પીપળ-તતાણા નજીક કાર સાથે અથડાતાં બાઈકચાલકનું મોત
- મૃતકના પુત્રએ કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
- પીપળ ગામના આધેડ બાઈક પર ગાય માટે ઘાસચારો લઈને આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : ગઢડા તાલુકાના પીપળ ગામે રહેતા આઘેડ બાઈક પર ગાય માટે ઘાસચારો લઈને પરત આવી રહ્યાં હતા ત્યારે પીપળ-તતાણા ગામ વચ્ચે કાર સાથે અકસ્માત સર્જાતા આધેડનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગઢડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઢડા તાલુકાના પીપળ ગામે રહેતા ગોપાલભાઇ કાળુભાઇ ડુંગરાણી પોતાના ઘરેથી જીજે-૦૯-પી-૪૪૭૩ નંબરની બાઈક લઈને લક્ષ્મણભાઈ નાગજીભાઇ કળથીયાની વાડીએ ગાય માટે ઘાસચારો લેવા ગયા હતા અને ઘાસચારો લઈને પરત આવતા હતા તે વખતે પીપળ ગામેથી તતાણા બાજુ આવતી કાર નં.જીજે-૩૩-એફ-૧૩૫૯ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ગોપાલભાઇ સાથે અથડાવી ગોપાલભાઈને ગંભીર ઇજા પહોંચાડતા ગોપાલભાઇને ગંભીર હાલતેમાં ગઢડા સરકારી દવાખાને સરવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્રએ ગઢડા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.