Get The App

ખંઢેરી પાસે ટ્રક હડફેટે બાઈક ચાલક પ્રૌઢનું મોત, પત્નીને ઈજા

Updated: Jan 2nd, 2025


Google News
Google News
ખંઢેરી પાસે ટ્રક હડફેટે બાઈક ચાલક પ્રૌઢનું મોત, પત્નીને ઈજા 1 - image


રાજકોટની સિવિલમાં દમ તોડી દીધો

આધેડ પત્ની સાથે બાઈક પર જામનગર બહેનના ઘરે આંટો મારી પરત ફરી રહ્યા હતાં ઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ :  રાજકોટ - જામનગર હાઈવે પર ખંઢેરી નજીક ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લેતા જામનગરથી બહેનને મળીને રાજકોટ આવી રહેલા દિનુભાઈ દિનેશભાઈ વલ્લભભાઈ રવૈયા (ઉ.વ.૫૭, રહે, કલ્પવન સોસાયટી, ગોંડલ રોડ)નું મૃત્યું નિપજયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ રોડ પર કલ્પવન સોસાયટીમાં રહેતાં દિનુભાઈ સરવૈયા (ઉ.વ.૫૭) ગઈકાલે પત્ની રમાબેન સાથે બાઈક પર જામનગર રહેતા બહેનના ઘરે આંટો મારવા ગયા હતાં. તે સાંજે પરત ફરી રહ્યા હતા ત્યારે જામનગર હાઈવે પર ખંઢેરી નજીક પુરપાટ વેગે ધસી આવેલા ટ્રકના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું.

આ અકસ્માતમાં બનેફંગોળાઈને રોડ પર પડી જતા ઈજા થતા સિવિલમાં ખસેડાયા હતાં. જયાં દિનેશભાઈનું મૃત્યુ નિપજયું હતું.

મૃતક ફર્નીચરનું કામ કરતા હતાં.સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જાણ થતા પડધરી પોલીસના એ.એસ.આઈ. કે.કે. ગઢવીએ જરૃરી કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
rajkotdeath

Google News
Google News