જાહેર માર્ગ પર પૂરઝડપે બાઇક ચલાવનાર ઝડપાયો
મોડિફાઇડ સાયલેન્સરવાળા ચાર બૂલેટ ડિટેન કરાયા
વડોદરા,જાહેર માર્ગ પર જોખમી રીતે બૂલેટ ચલાવતા યુવકને બૂલેટના નંબરના આધારે ટ્રાફિક પોલીસે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રાફિક પોલીસના એક અધિકારી ગત તા. ૧૯ મી ના રોજ અક્ષર ચોક વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે સામેના રોડ પરથી એક બાઇક ચાલક પૂરઝડપે જઇ રહ્યો હતો. અન્ય માટે જોખમી રીતે બાઇક ચલાવતા યુવકની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બાઇકના નંબરના આધારે બે દિવસની મહેનત પછી બાઇક ચાલક પાર્થ ઉત્પલભાઇ સાટિયાને ઝડપી પાડયો હતો. પોલીસે તેની બાઇક ડિટેન કરી હતી.
ત્રણ દિવસ અગાઉ ટ્રાફિક પોલીસે ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં મોડિફાઇડ સાયલેન્સર વાળા બૂલેટ ચલાવતા ચાર યુવકોને ઝડપી પાડી બૂલેટ ડિટેન કર્યા હતા.