પતંગની દોરીથી બાઇક સવાર યુવકને ગળા પર ઇજા
રવિવારે ડભોઇ રોડ પર યુવકનું ગળું કપાઇ જતા મોત થયું હતું.
વડોદરા,પતંગની દોરીથી આજે વધુ એક યુવાનનું ગળું કપાઇ ગયું હતું. જેને લોહી નીગળતી હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ એક બાઇક સવાર યુવાનનું ગળું કપાઇ જતા મોત થયું હતું.
શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતો હસીમ તાહિરભાઇ શેખ આજે બાઇક લઇને કારેલીબાગ વિસ્તારમાંથી જઇ રહ્યા હતા. તે દરમિયાન સ્વામિ નારાયણ મંદિર પાસે પતંગની દોરીથી ગળા પર ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સુધારા પર છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ફૂડ ડિલીવરી બોયનું કામ કરતો ૨૭ વર્ષનો હરિનાથ રાઠવા બાઇક લઇને ડભોઇ રોડ પરથી પસાર થતો હતો. તે દરમિયાન પતંગની દોરીથી તેનું ગળું કપાઇ જતા તેનું મોત નિપજ્યું હતું.