Get The App

વડોદરા - વાસદ નેશનલ હાઇવે પર અકસ્માતમાં બાઇક સવારનું મોત

અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોંઢા તથા ગળાના ભાગે ગંભીર ઇજા થઇ હતી

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
વડોદરા - વાસદ નેશનલ હાઇવે પર અકસ્માતમાં બાઇક સવારનું મોત 1 - image

વડોદરા,વડોદરાથી વાસદ આવતા બાઇક સવારને નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું હતું.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી ગામે રહેતો ભાવેશ અરવિંદભાઇ પરમાર રણોલીમાં આવેલી કંપનીમાં છેલ્લા ત્રણ મહિનાથી નોકરી કરે છે. ગઇકાલે મોડીરાતે તે બાઇક લઇને  વડોદરાથી વાસદ આવવાના નેશનલ હાઇવે - ૪૮ પર  નવા દિલ્હી - મુંબઇ રોડના બ્રિજ પાસે અજાણ્યા વાહને તેની બાઇકને ટક્કર મારતા તે રોડ પર  ફંગોળાયો હતો. અકસ્માતમાં ભાવેશને મોઢા તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે એમ્બ્યુલન્સાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.  પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવ અંગે નંદેસરી  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News