આજવા રોડ પર વાહનની ટક્કરે બાઇક સવારનું મોત

બાઇક સવાર ઘરેથી અનાજ લેવા માટે નીકળ્યા હતા

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
આજવા રોડ પર વાહનની ટક્કરે બાઇક સવારનું મોત 1 - image

વડોદરા,ઘરેથી અનાજ લેવા માટે બાઇક લઇને નીકળેલા કારીગરને આજવા રોડ વિનય સોસાયટીના ગ્રાઉન્ટ નજીક એક વાહન ચાલકે અડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત નિપજ્યું હતું.

 વાઘોડિયા રોડ કેવલ નગરની સામે રહેતા રવિન્દ્રભાઇ વેડુભાઇ હીરે સુથારી કામ કરે છે. ગત તા.૧૬મી એ તેઓ ઘરેથી બાઇક લઇને અનાજ લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન આજવા રોડ વિનય સોસાયટીના ગ્રાઉન્ડ પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટે લેતા માથામાં, હાથ અને  કાન પર  ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News