Get The App

વાઘોડિયા રોડ પર મહિલાના ગળામાંથી અછોડો તોડીને બાઇક સવાર ફરાર

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડ પર મહિલાના ગળામાંથી અછોડો તોડીને બાઇક સવાર ફરાર 1 - image


વાઘોડિયા રોડ પર ફૂલ લેવા માટે નીકળેલી મહિલાના  ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઇક સવાર ભાગી ગયો હતો. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા રોડ  સવિતા હોસ્પિટલની સામે શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેતા પૂનમબેન નાગેન્દ્રભાઇ ચૌબે ગઈકાલે સવારે સાત વાગ્યે ઘરેથી ચાલતા ફૂલ ખરીદવા માટે નીકળ્યા હતા. પરિવાર ચાર રસ્તા પાસે ક્રિષ્ણા રેસ્ટોરન્ટ નજીક ફૂટપાથ પર એક મહિલા ફૂલનો પથારો કરીને બેઠા હતા. પૂનમબેન ફૂલ ખરીદતા હતા. તે સમયે સવિતા  હોસ્પિટલ તરફથી એક બાઇક ચાલક એકદમ ધસી આવ્યો હતો. પૂનમબેનના ગળામાંથી સોનાનો અછોડો તોડી બાઇક સવાર આરોપી  સોમા તળાવ તરફ ભાગી ગયો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા ત્યાં  હાજર કેટલાક લોકોએ બાઇક ચાલકનો પીછો કર્યો હતો. પરંતુ, આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. આરોપીની ઉંમર ૨૦ થી 25 વર્ષની હતી. તેણે કાળા કલરનું પેન્ટ, શર્ટ અને ટોપી  પહેર્યા હતા. એક તોલા વજનનો અછોડો તોડીને ફરાર થઇ જનાર બાઇક ચાલકની સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News