હળવદના રણમલપુર નજીક નર્મદા કેનાલમાં બાઈક ખાબક્યું, પિતા-પુત્રના કરુણ મોત
સૌરાષ્ટ્રમાં અકસ્માતે પાણીમાં ડૂબી જવાની ૩ ઘટનામાં ચારના મોત
જેતપુરના થાણાગાલોલના દંપતીનું બાઈક કેનાલમાં પડી જતાં પત્નિનું મોત,પતિનો બચાવ,સાવરકુંડલાના સેજળ ગામે સરોવરનાં પાણીમાં ડૂબી જતાં આધેડે જીવ ગુમાવ્યો
બનાવની વિશેષ વિગતોમુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામના ખેડૂત પિતા પુત્ર સવારે ૮ વાગ્યાની
આજુબાજુએ રમલપુર ગામેથી પોતાનું મોટરસાયકલ
લઈને રણમલપુર ગામેથી એજાર ગામે હલર
લેવા જતા હતા ત્યારે રણમલપુરપાસે
આવેલ નર્મદા કેનાલ નજીક બાઈકના સ્ટેરીંગ
પરથી કાબુ ગુમાવી દેતા બાઈક નર્મદા
કેનાલમાં ખાબક્યું હતું અને બાઈક સવાર પિતા અને પુત્ર બંને પાણીમાં ગરકાવ થયા હતા
બનાવની જાણ થતા ફાયર ટીમ અને ટીકર ના સ્થાનિક
તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી જોકે પિતા પુત્રના મૃતદેહ જ હાથ લાગ્યા હતા બનાવમાં
ધીરૃભાઈ હરજીભાઈ ભોરાણીયા (ઉ.વ.૫૫) અને
પુત્ર વિશાલ ધીરૃભાઈ ભોરાણીયા
(ઉ.વ.૨૨) રહે રણમલપુર વાળાના મોત નિપજ્યું હતું. બીજી ઘટનામાં હાલ સુરત
રહેતા થાણા ગાલોલના વતની ગોપાલભાઈ ઉધાડ અને તેની પત્ની રંજનબેન બાઈક પર વાડીએ જઈ
રહ્યા હતા.પરંતુ રસ્તો પથરાળ હોવાથી બાઈકનુું સ્ટીયરિંગ ફગી જતાં બન્ને કેનાલમાં
પડી ગયા હતા. આ વખતે ગોપાલભાઈ કેનાલની બહાર નીકળી ગયા હતા. જયારે એમના પત્ની
પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ ગ્રામજનોને થતાં બધા દોડી આવ્યા હતા. એ પછી
જેતપુર પાલિકાની ફાયર ફાઈટર ટીમે રંજનબેનના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
ત્રીજા બનાવમાં સાવરકુંડલાના સેજળ ગામમાં જયસુખભાઈ ગણેશભાઈ વાઘેલા ધ્યાનસ્વામી સરોવરમાં નહાવા પડયા હતા. પરંતુ ઉંડા ખાડામાં ગરકાવ થઈ જતાં મોત નીપજ્યું હતુ.