Get The App

સુરતના માંડવીમાં સગીરા પર બળાત્કાર, આરોપી રિક્ષા ચાલક અરબાઝની આ એક ભૂલથી ફૂટ્યો ભાંડો

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
સુરતના માંડવીમાં સગીરા પર બળાત્કાર, આરોપી રિક્ષા ચાલક અરબાઝની આ એક ભૂલથી ફૂટ્યો ભાંડો 1 - image


Mandvi Rape Case Update : લહેરીલાલા તરીકે ઓળખતા સુરતીઓનું માથું ફરી એકવાર શરમથી ઝૂકી ગયું છે. માંગરોળ, ડિંડોલી (Dindoli) બાદ હવે માંડવીમાં દુષ્કર્મની ઘટનાનો પર્દાફાશ થયો છે. 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને રીક્ષામાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી દીધી છે. પીડિતા માઇનોર હોવાથી પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. 

શું છે સમગ્ર મામલો? 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં બનેલી ગેંગરેપની ઘટનાના ગણતરીના કલાકોમાં જ સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વિધર્મી ઈસમે સગીરાને નહેરના રસ્તે રીક્ષામાં લઇ જઇને સંબંધો બાંધ્યા હતા. ચારથી પાંચ વાર શારિરીક સંબંધો બાંધ્યા હોવાથી સગીરા ગર્ભવતી થઇ હતી. જેથી આરોપી રીક્ષા ચાલકે સગીરનો ગર્ભ પાડવા માટે દેશી દવા આપી હતી. 

આ પણ વાંચો: સુરત ફરી એકવાર થયું શર્મસાર: માંડવીની સગીરા પર બળાત્કાર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

જેથી સગીરાના સગીરાના ભૃણને વિધર્મી યુવકે પીડિતાના ઘરની પાછળ વાડામાં જ દાટી દીધું હતું. જોકે મિસકેરેજ થતાં સગીરાને લોહી વહેવા લાગ્યું હતું અને તેની તબિયત લથડી પડી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ દરમિયાન હાજર તબીબોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. પરિવારને જાણત થતાં પીડિતાના પિતાએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ વાંચો: સુરતની નવરાત્રિમાં બખેડો! દારૂ પીને કાર ચાલકે ગાડી ગરબામાં ઘુસાડી, સ્પીકર તોડી નાખતાં લોકોએ કારને સળગાવી દીધી

પોલીસે આરોપી વિધર્મી યુવકની ઓળખ અરબાઝ પઠાણ (ઉ.વ. 28) તરીકે કરી છે. તે રીક્ષા ચલાવે છે. તેણે સગીરાને લલચાવી ફોસલાવીને આ ધૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. પીડિતા સગીર હોવાથી પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજા અન્ય પાસાઓને પણ તપાસી રહી હોવાનું જાણવા મળ્યું છે. 


Google NewsGoogle News