રાપરની સગીરાના આપઘાત કેસમાં ચાર દિવસ બાદ મોટો ઘટસ્ફોટ, સુસાઇટ નોટમાં શિક્ષિકા સામે આક્ષેપ
Bhimasar self-destruction case : રાપરના ભીમાસર ગામે છ દિવસ પહેલાં સગીરાના આપઘાતમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તેના સામાન્યમાં સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં શિક્ષિકાના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. પોલીસે સગીરાની ડેડબોડીને બહાર કાઢી ફોરેન્સિક ચકાસણી માટે મોકલી દીધી છે.
ભીમસારની સગીરાએ ગત 17 જાન્યુઆરીએ ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ પરિવારજનોએ તેની અંતિમ વિધિ કરી દફનાવી દીધી હતી. ત્યારબાદ થોડા દિવસો બાદ તેનો સામાન ચેક કરતાં તેની બુકમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેણે લખ્યું હતું કે 'મારા મોતનું કારણ જીજ્ઞાબેન છે. તે હંમેશા પ્રેશર કરતા હતા અને મહેણાં મારતા હતા અને મારા ઉપર હાથ ઉપાડતા હતા. આ બધુ હું સહન ન કરી હોવાથી આ પગલું ભર્યું છે.
આ ચિટ્ઠી બાદ પરિવારજનોએ ગામના લોકોને જાણ કરીને પોલીસમથકે રજુઆત કરી હતી. સુસાઇડના નોટાના આધારે પરિવારજનોની માંગને ધ્યાને લઇને મૃતદેહને બહાર કાઢી જામનગર ખાતે ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. તેમજ આ સુસાઇડ નોટ સગીરાએ લખી છે કે નહી તેની ચકાસણી માટે સુસાઇડ નોટને લેબમાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષિકા સામે આપઘાત માટે મજબુર કરવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં વધુ તપાસ ચાલુ છે.