Get The App

કંડલાની એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટેન્ક સફાઈ વખતે સુપરવાઈઝર સહિત પાંચના મોત

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
કંડલાની એગ્રોટેક કંપનીમાં દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટેન્ક સફાઈ વખતે સુપરવાઈઝર સહિત પાંચના મોત 1 - image

Ai Image 


Katch Kandla 5 Died News | કચ્છના કંડલામાં એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક એગ્રો ટેક કંપનીમાં કામ કરતા સુપરવાીઝર સહિત પાંચ કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે. વેસ્ટ પ્રવાહીની ટેન્કમાં સફાઈની કામગીરી વખતે રાતે આ દુર્ઘટના સર્જાઈ હતી. ગેસ ગળતરના કારણે એક પછી એક પાંચ કર્મચારીઓના મોત નિપજ્યા હતા. આ મામલે કંડલા પોલીસ અને ફેક્ટરી ઈન્સપેક્ટરે તપાસ હાથ ધરી છે.

કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મંગળવારે રાત્રે (15 ઓક્ટોબર) કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે. આ ઘટનામાં મૃત્યુ પામનારમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકામાં ગેસ ગળતરથી મોત નીપજ્યું હતુ. તમામના મૃતદેહોને પીએમ માટે રામબાગ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ શ્રમિકો પરપ્રાંતીય છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, બનાવી રાત્રે સાડા બારા વાગ્યાની આસપાસ સર્જાયો હતો. પ્રોડક્શનમાં વપરાતા ખાદ્યતેલનો નકામો કાદવ (સ્લજ) ટેન્કમાં એકઠો થયો હતો. જેને સાફ કરવા સુપરવાઇઝર ટેન્ક ઉપર ચઢીને નિરીક્ષણ કરતો હતો. તે સમયે ટેન્કમાંથી ઉત્પન્ન થયેલાં ઝેરી ગેસના કારણે તે બેભાન થઈને ટેન્કની અંદર પડી ગયો હતો. જોકે, સુપરવાઇઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરોએ પણ અંદર ઝંપલાવ્યું હતું. બંને જણાંને ગૂંગળામણ થતાં જોઈ બાજુમાં રહેલાં ત્રણ હેલ્પરોએ પણ એક પછી એખ ટેન્કમાં કૂદકો માર્યો.

જોતજોતામાં ટેન્કમાં ગયેલાં તમામ લોકો ગેસ ગળતરના કારણે ટેન્કમાં જ મૃત્યુ પામ્યા હતાં. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફેક્ટરી ઈન્સપેક્ટર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ, તમામ મૃતકોના ઘરે શોકનો માહોલ સર્જાયો છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.



Google NewsGoogle News