પીજ વસો રોડ ઉપર ટેમ્પાની ટક્કરે બાઈક ચાલકનું મોત
- અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર
- વસોના સિંહોલડીનો યુવાન ઘરે પરત ફરતો હતો : મૃતદેહને પીએમ માટે મોકલાયો
નડિયાદ : નડિયાદ પીજ વસો રોડ ઉપરથી પસાર થતા બાઈકને પીકઅપ ડાલુનો ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
વસો તાલુકાના સિંહોલડીમાં રહેતા અરવિંદભાઈ ઉર્ફે સંજયભાઈ બુધાભાઈ જેસંગભાઈ ચુનારા તા.૧૬મીની સાંજે પીજ વસો રોડ ઉપરથી બાઈક લઇ ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન પીજ વસો રોડ ઉપર વસો વિલા સોસાયટી પાસે સામેથી પુરઝડપે આવેલી પીકઅપ ટેમ્પો બાઈકને ટક્કર મારી નાસી ગયો હતો. ટેમ્પાની ટક્કર વાગતા રોડ ઉપર પટકાતા બાઈક ચાલક અરવિંદભાઈ ઉર્ફે સંજય બુધાભાઈ ચુનારા (ઉં.વ.૩૫)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વસો પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશને વસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લઈ જવાઈ હતી. આ અંગે મફતભાઇ જેસંગભાઈ ચુનારાની ફરિયાદના આધારે વસો પોલીસે પીકપ ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હતી.