Get The App

'આ મારું કામ નથી તેવા બહાના અધિકારીઓ ના કાઢે', શિક્ષકનું ઉદાહરણ આપી મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
'આ મારું કામ નથી તેવા બહાના અધિકારીઓ ના કાઢે', શિક્ષકનું ઉદાહરણ આપી મુખ્યમંત્રીની અધિકારીઓને ટકોર 1 - image


Bhupendra Patel On SPIPA Event : ગાંધીનગર અને અમદાવાદમાં સરદાર પટેલ લોકપ્રકાશન સંસ્થા (SPIPA)ખાતે નવીન ઑફિસર્સ હોસ્ટેલના લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. જેમાં તેમણે સરકારી અધિકારી પર ટકોર કરતાં કહ્યું કે, 'દરેક પોતાનું કામ પોતાની રીતે નક્કી કરે, આ મારું કામ નથી તેવા બહાના અધિકારીઓ ના કઢે...' આ સાથે શિક્ષકો સહિતના ઉદાહરણ આપીને મુખ્યમંત્રીએ સરકારી અધિકારીઓને માર્મિક ટકોર કરી.

અધિકારીઓને ઉદ્દેશીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'આ મારું કામ નથી, આવું કરવાથી મુશ્કેલી ઊભી થાય છે. કામને મગજથી જ વહેંચી ન લેતા, કે આ કામ સારું અને આ બરાબર નથી. જનતાના કામ ઝડપથી થાય તેવા પ્રયાસ કરો. આપણે લોકો માટે કામ કરવા બેઠા છીએ. એડ્જ્સ્ટમેન્ટ કરતાં શીખવું જોઈએ, કકળાટ નથી કરવો, સારું રિઝલ્ટ આપવું હોય તો તે કરવું પડશે.'

આ પણ વાંચો : ગુજરાતમાં 15 જ દિવસમાં દસ દુષ્કર્મ, મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ

મુખ્યમંત્રીએ અધિકારીઓને શિક્ષકોનું ઉદાહરણ આપ્યું

શિક્ષકોનું ઉદાહરણ આપીને મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી. તેમણે કહ્યું કે, 'શિક્ષકોને અન્ય કામ માટે પગાર સિવાય બીજું કોઈ ફંડ આપતા નથી. તાજેતરમાં ઘટના સામે આવી હતી કે બે શિક્ષકોની બદલી થઈ તો આખું ગામ રડતું હતું. એ લોકોએ કેવું કામ કર્યું હશે વિચાર કરો. સરકારી શાળા અને તેની ઇમ્પ્રેશન શું છે ,એકવાર કાગળ પર લખજો તો ખરા...'

પોતાને દુર્યોધનમાં ખપાવીએ છીએ...

તેમણે કહ્યું કે, 'આ મારું કામ છે, મારે કરવાનું છે. આઠ કલાક તો આવીએ છીએ. આવ્યા પછી શું કરવું, કેવી રીતે કરવું, તે નક્કી કરો. અધિકારીઓ જાતે ઇનિશિએટીવ લે છે ત્યાં કોઈ તકલીફ નથી, મારો વિષય નથી એવું કહો એટલે કામ અટકે. સવારે સેવા પૂજા બધું કરીએ છીએ, પણ પછીનું શું? વાંચેલુ ઉદાહરણ આપી દઈશું, પણ મારે કરવાનું આવે તો તકલીફ! મારા જીવનમાં પણ આ લાગુ પડે છે. ધરમ જાણીએ છીએ પણ કરતા નથી, પોતાને દુર્યોધનમાં ખપાવીએ છીએ. દુર્યોધન બધું જાણતો હતો છતા કંઈ ન કરી શક્યો.'

આ પણ વાંચો : સુરતમાં સગીરા પર વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ, 2 આરોપીની ઓળખ થઈ

કર્મયોગી બનો, સેવા કરો...

તેમણે કહ્યું કે, 'સરકારી નોકરીમાં લાગ્યા છો તો કામ કર્યા વગર છૂટકો નથી, તો કર્મયોગી બનીને કેમ ન કરી શકો. આપણે સેવા માટે પૈસા શોધવાના નથી, સીધી સેવા જ કરવાની છે. લોકો પૈસા કમાઈ લે છે, પછી તે લોકો સેવા કરવાનું શોધતા રહે છે. પણ સરકારી અધિકારીઓને તો આ મોકો મળ્યો છે, તેમને શોધવા જવાનું નથી તો સેવા કરો...'


Google NewsGoogle News