Get The App

ગુજરાતમાં ભાજપની મુશ્કેલી વધી, વધુ એક નેતાનો બફાટ, રાહુલ ગાંધી અંગે અભદ્ર ટિપ્પણી કરતાં વિવાદ

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ભાજપની મુશ્કેલી વધી, વધુ એક નેતાનો બફાટ, રાહુલ ગાંધી અંગે અભદ્ર ટિપ્પણી કરતાં વિવાદ 1 - image


Lok Sabha Elections 2024: વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી (Bhupat Bhayani)એ ભાજપને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનાં ઉદ્દઘાટન કાર્યક્રમમાં કોંગ્રેસ (Congress)ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને નપુંસક કહેતા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢ (Junagadh) જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાયાણી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આપમાંથી ભાજપમાં લાવીને તેમને વિસાવદરની પેટા ચૂંટણી લડાવવાનું વચન આપી ભાજપે જ ભૂપત ભાયાણીને નપુંસક બનાવી દીધા છે.

ગુજરાતભરનાં રાજકારણમાં ગરમાવો આવ્યો

લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર બહારમાં ચાલી રહ્યો છે. ભાજપ (BJP)ના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા (Rajesh Chudasama)ના વિસાવદર વિધાનસભા ખાતેના મધ્યસ્થ કાર્યાલયનું ગઈકાલે ઉદ્દઘાટન હતું. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પક્ષ પલ્ટો કરી ભાજપનો ખેસ ધારણ કરનાર ભૂપત ભાયાણીએ આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સંબોધન કરતા કહ્યું કે ‘રાષ્ટ્રના હિતની ચૂંટણી જેમ. આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય, બીજી તરફ આપણી પાસે સિંહ છે નરેન્દ્ર મોદી...' તેમનાં આ નિવેદન અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જૂનાગઢ સહિત ગુજરાતભરનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ભાયાણી પર આકરા પ્રહાર

કોંગ્રેસના નાના કાર્યકરથી લઈ પ્રદેશના નેતાઓ પણ રોષે ભરાયા છે. આ સમગ્ર મામલે ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી વિશેની વાત માત્ર ચૂંટણીલક્ષી હતી. ચૂંટણીના સમયમાં આવું ચાલતું જ હોય છે. આ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરાએ ભાયાણી પર આકરા શાબ્દીક પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાયાણી આપમાંથી ચૂંટાયા બાદ પ્રજાનો દ્રોહ કરી ભાજપમાં ગયા હતા. ભાજપમાં ગયા ત્યારે તેને વિધાનસભાની ટિકીટ આપવાની કંન્ડીશન કરી હતી પરંતુ ભાજપે જ ભાયાણી હારી જાય તેવી સ્થિતિ હોવાથી ચૂંટણી જ ન થવા દીધી જેના કારણે હવે ખુદ ભાયાણી જ નપુંસક થઈ ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે.

ભાયાણીને ચૂંટણી સુધી પ્રવેશબંધી ફરમાવવા માંગ

વિસાવદરના કાર્યક્રમમાં ભૂપત ભાયાણીએ કરેલા નિવેદન મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુજરાતના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી ભાયાણી સામે તાત્કાલિક |ફોજદારી રાહે ગુનો દાખલ કરી ધરપકડ કરવા અને ચૂંટણીની પ્રક્રિયા સુધી તે વિસ્તારમાં પ્રવેશબંધી કરવામાં આવે તેવી ફરિયાદ કરવામાં આવી છે. હવે આ અંગે ચૂંટણી પંચ દ્વારા ક્યા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે મહત્વનું રહેશે.

ગુજરાતમાં ભાજપની મુશ્કેલી વધી, વધુ એક નેતાનો બફાટ, રાહુલ ગાંધી અંગે અભદ્ર ટિપ્પણી કરતાં વિવાદ 2 - image


Google NewsGoogle News