વડોદરાના માથાના દુ:ખાવો સમાન ભૂખી કાંસનું રૂ.39 કરોડના ખર્ચે ડાયવર્ઝન અને ઊંડો કરવામાં આવશે
image : File Photo
Vadodara Corporation : વડોદરા શહેરમાં આવેલી ભુખી કાંસને ચોમાસા અગાઉ રૂ.39 કરોડથી વધુના ખર્ચે છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તિધામ સુધી રિબુટ કરવાનું અને કેનાલથી જાણી જકાતનાકા સુધી ચોમાસા અગાઉ ડાયવર્ઝન કરાશે. આ કામ મંજૂરી અર્થે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં આવેલી ભૂખિકાશને છાણી જકાતનાકા સર્કલથી નિઝામપુરા મુક્તિધામ સુધી ડાયવર્ઝન કરવાના કામે કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પ્રા.લી.ના નેટ અંદાજિત રકમ રૂપિયા 21,66,78,360 થી 2.39 ટકા ઓછા મુજબના જીએસટી સાથેના રૂપિયા 2,15,99,747 ને મંજૂરી આપવા સહિત કેનાલથી છાણી જકાતનાકા સુધી ડાયવર્ટ કરવાના કામે કોન્ટ્રાક્ટર રાજકમલ બિલ્ડર્સને અંદાજિત રકમ રૂપિયા 18,63,18,431 નું કામ મંજૂરી અર્થે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.