ભુજના બસ ડ્રાઈવરે યુવતી સાથે કર્યા ચેનચાળા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Bus-Driver


Representative Image




Bhuj's bus driver flirted with a girl: સોશિયલ મીડિયામાં નીતનવા વાયરલ વીડિયો પ્રકાશમાં આવતા હોય છે. ઘણાં કિસ્સાઓમાં વાયરલ વીડિયોમાં એટલી હદે અશ્લિલતા જોવા મળે છે કે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યારે ભુજનો ST ડ્રાઈવર યુવતી સાથે જાહેરમાં અશ્લિલ ચેનચાળા કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉચ્ચ અધિકારીને વીડિયોની જાણ થતા અભદ્ર હરકતો કરતા બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 

સમાજને શર્મસાર કરતો આ વીડિયો ભુજના આઈકોનિક બસ પોર્ટમાં બસ ડ્રાઇવર તરીકે કામ કરતા બી.એન. જાડેજાનો છે. વાયરલ વીડિયો પ્રમાણે, એસટી બસ ડ્રાઈવર જાહેરમાં જ વિભાગમાં કામ કરવા માટે આવતી એપ્રેન્ટીસ યુવતી સાથે અશ્લિલ હરકતો કરતા જોવા મળ્યો હતો. જેમાં એસટી બસ ડ્રાઈવરે પોતાની દિકરીની ઉંમરની યુવતીને પકડીને ચૂંબન કરી ચેનચાળા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર થવા માંડી હતી. 

રણમાં ગુમ થયું કપલ, બેભાન ગર્લફ્રેન્ડને તડકાથી બચાવતો રહ્યો બોયફ્રેન્ડ, આ રીતે બચ્યો જીવ

ભુજ એસટી બસ પોર્ટ પર જાહેરમાં અશ્લિલ ચેનચાળા કરતા બસ ડ્રાઈવર અને યુવતીનો વીડિયો કોઈ પ્રવાસીએ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું હતું. અંતે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો હતો.

વીડિયોએ સોશિયલ મીડિયામાં વેગ પકડતા, કચ્છ એસટી વિભાગના નિયામકે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આદેશ કર્યા હતા. જેમાં વિકૃત મગજ ધરાવતા બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે વીડિયોમાં દેખાતી આ યુવતીને છુટા કરવાનો અધિકારી દ્વારા આદેશ કરાયો હતો.


Google NewsGoogle News