ભાવનગર SGSTના જો. કમિશનરની જૂનાગઢ બદલી, રાજકોટના J.C. ભાવનગર મુકાયા
- એસજીએસટીના જોઈન્ટ કમિશનર, ડેપ્યુટી કમિ. અને આસિ.કમિ.ની બદલી
- ભાવનગરમાંથી જોઈન્ટ કમિશનર ઉપરાંત બે ડેપ્યુટી કમિશનર અને 1 આસિ.કમિશનરની બદલી થઈ
સ્ટેટ જીએસટી ભાવનગર વિભાગ-૯ના સંયુક્ત રાજ્યવેરા કમિશનર (જોઈન્ટ કમિશનર) ધર્મજીત યાજ્ઞિાકની જુનાગઢ વિભાગ-૧૧ના સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ધર્મજીત યાજ્ઞિાક પાસે છેલ્લા ૬ માસ કરવા વધારે સમયથી જૂનાગઢ સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ હતો. હવે તેમની જૂનાગઢ ખાતે બદલી કરી દેવામાં આવી છે અને તેમના સ્થાને રાજકોટ સંયુક્ત રાજ્યવેરા કમિશનર વિભાગ-૧૦ એચ.એન.જલુને ભાવનગરમાં મુકવામાં આવ્યા છે. આ સિવાય ભાવનગરથી નાયબ રાજ્યવેરા કમિશનર(ડેપ્યુટી કમિશનર) (કોર્પોરેટ) એ.આર.ઝનકાંતની નાયબ રાજ્યવેરા કમિશનર (અન્વેષણ) રાજકોટ ખાતે તથા નાયબ રાજ્યવેરા કમિશનર (વિવાદ) બી.એસ.પુરાણીની નાયબ રાજ્યવેરા કમિશનર (અન્વેષણ) વિભાગ-૬ વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને નાયબ રાજ્યવેરા કમિશનર એન.ડી.ગોગરાની અમદાવાદથી અને જે.એમ.ઓડેદરાની વડોદરાથી ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે. આ સિવાય સહાયક રાજ્યવેરા કમિશનર (આસિસ્ટન્ટ કમિશનર) જે.જી.રાઠોડની નાયબ રાજ્યવેરા કમિશનર કચેરી (અન્વેષણ) ભાવનગરથી મુખ્ય રાજ્યવેરા કમિશનરની કચેરી અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને સહાયક રાજ્યવેરા કમિશનર ઓ.પી.ચૌહાણની અમદાવાદથી ભાવનગર બદલી કરવામાં આવી છે.