Get The App

૨જી માર્ચ સુધી ભાવનગર-ઓખા ટ્રેન સુરેન્દ્રનગર સુધી જ દોડાવાશે

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
૨જી માર્ચ સુધી ભાવનગર-ઓખા ટ્રેન સુરેન્દ્રનગર સુધી જ દોડાવાશે 1 - image


- રાજકોટ મંડળમાં ડબલટ્રેકના કામ માટે બ્લોક લેવાયો

- સુરેન્દ્રનગર-ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવા રેલવેએ નિર્ણય લીધો

ભાવનગર : ભાવનગરથી દોડતી ઓખા ટ્રેનને આગામી ૨જી માર્ચ સુધી સુરેન્દ્રનગર સુધી જ દોડાવવાનો રેલવે તંત્રએ નિર્ણય લીધો છે. બ્લોક લેવાના કારણે આ ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવી હોય, દ્વારકા જતાં યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

રાજકોટ-હાપા સેક્શનમાં આવેલા પડધરી-ચણોલ-હડમતિયામાં ડબલ ટ્રેકના કામના કારણે બ્લોક લેવામાં આવનાર હોવાથી આવતીકાલ તા.૨૦-૨થી તા.૪-૩ સુધી આ સેક્શનમાં રેલ ટ્રાફિકને અસર થશે. બ્લોક લેવાના કારે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનને તા.૧૯-૨થી તા.૨-૩ સુધી ઓખાના બદલે સુરેન્દ્રનગર સુધી જ ચલાવવામાં આવશે. જ્યારે આવતીકાલ તા.૨૦-૨થી તા.૩-૩ સુધી ઓખાથી ભાવનગર આવતી ટ્રેનને સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે તેમ ભાવનગર રેલવેના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું છે.


Google NewsGoogle News