Get The App

ભાવનગર : 3 પીએસઆઈની આંતરિક બદલી, બઢતી પામેલાં 16 ને પોસ્ટિંગ અપાયું

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
ભાવનગર : 3 પીએસઆઈની આંતરિક બદલી, બઢતી પામેલાં 16 ને પોસ્ટિંગ અપાયું 1 - image


- ખાતાકીય પરીક્ષામાં પાસ કરી 16 એએસઆઈ પીએસઆઈ બની ભાવનગર મુકાયા

- પાલિતાણા ટાઉન પીએસઆઇને તળાજા, લીડર શાખાના પીએસઆઇને એસસીએસટી સેલ તથા અન્ય એક પીએસઆઇને મહિલા પોલીસ સ્ટેશનમાં મુકાયા

ભાવનગર : ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. ઉપરાંત ખાતાકીય પરીક્ષામાં પાસ થનાર ૧૬ જેટલા બિન હથિયારધારી એએસઆઈ કામ ચલાઉ બઢતી પામી હેડ ક્વાર્ટર ખાતે હાજર થતાં તેમને જુદાજુદા પોલીસ મથકમાં નિમણૂક આપવામાં આવી છે. 

ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો હુકમ કર્યા છે, જેમાં પાલીતાણા ટાઉન પીએસઆઇ એચ.એસ તિવારીને તળાજા, લીવ રિઝર્વ એટેચ રીડર શાખાના ડી.વી.ડાંગરને એસ.સી.એસ. ટી. સેલ અને લીવ રિઝર્વ એટેચ બોરતળાવના એન.આર.મકવાણાની મહિલા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ લીવ રિઝર્વમાં રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બારોટને બીજો હુકમ ના થાય ત્યાં સુધી એસ ઓ જી શાખામાં એટેચમાં ફરજ બજાવવા હુકમ કર્યો છે. આ ઉપરાંત પોલીસ વિભાગની ખાતાકીય પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર ૧૬  બિન હથિયારધારી એ.એસ.આઇ બઢતી પામી ભાવનગર હેડ કવાર્ટર ખાતે હાજર થતાં તમામને  બઢતીની શરતોને આધીન જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.જેમાં પીએસઆઈ નિતેષકુમાર કનુજી મકવાણાને અમદાવાદ ગ્રામ્યથી શિહોર,પીએસઆઈ વિરેન્દ્ર હિંમતભાઈ મોરડીયાને ભરૂચથી ઘોઘારોડ , પીએસઆઈ આશિષ વિક્રમભાઇ સિંગલને વડોદરા ગ્રામ્યથી પાલીતાણા ટાઉન,પીએસઆઈ સતિષભાઇ છનાભાઈ ચૌધરીને સુરત શહેરથી તળાજા,પીએસઆઈ ઇન્દ્રજીતસિંહ કિરીટસિંહ ડોડીયાને સુરત શહેરથી શિહોર, પીએસઆઈ વજુ રામદે આગઠને સુરત શહેરથી મહુવા ગ્રામ્ય,પીએસઆઈ પવનકુમાર કમલેશભાઇ મકવાણાને વડોદરા શહેરથી રીડર ના.પો.અધિ ભાવનગર,પીએસઆઈ સરસ્વતીબેન દીતાજી બોદરને ગાંધીનગરથી સીટી ટ્રાફિક શાખામાં નિમણુક આપવામાં આવી છે.તદુપરાંત પીએસઆઈ દિગ્વિજયસિંહ નરવીરસિંહ જાડેજાને સુરેન્દ્રનગરથી પોલીસ કંટ્રોલ રૂમ ભાવનગર,પીએસઆઈ ગણેશભાઈ બાલાભાઈ પરમારને સુરેન્દ્રનગરથી વરતેજ,પીએસઆઈ મનસુખભાઈ રાજાભાઈ રાજપરાને સુરેન્દ્રનગરથી અરજી શાખા રીડર,પીએસઆઈ વિજયકુમાર વીરાભાઇ પરમારને ગીર સોમનાથથી મહુવા ટાઉન,પીએસઆઈ રાજાભાઈ જેઠાભાઈ ઓડેદરાને પોરબંદરથી પાલીતાણા ટાઉન,પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ રાણા રાજકોટ શહેરથી પાલીતાણા રૂરલ,પીએસઆઈ હરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક આપવામાં આવી છે.


Google NewsGoogle News