ઘોઘા-દહેજ ફેરીમાં આવ્યો વિક્ષેપ, 500 મુસાફરો મધદરિયે ફસાયા, બે કલાક બાદ ભરતી પુનઃ શરૂ થઇ
આ ઘટનાને કારણે દહેજ-ઘોઘાની ફેરી પણ મધદરિયે અટકાવમાં આવી હતી
ઘોઘા-દહેજ વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસમાં આજે મોટી જાનહાનિ ટળી છે. મુસાફરી કરતા યાત્રીના સૂત્ર અનુસાર, આજે સાંજે ઘોઘાથી 500 મીટર દૂર કાદવમાં દહેજ જવા નીકળેલ 500 જેટલા મુસાફરો અને 60 જેટલા વાહનો વાળું જહાજ ફસાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર, આ જહાજ બે કલાક સુધી ફસાયેલ હતું. ત્યારબાદ ભરતીનું પાણી આવતા રો-રો ફેરી સર્વિસ ફરી શરૂ થઈ હતી. રો-રો ફેરી સર્વિસ ફરી થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દહેજ-ઘોઘાની ફેરી સર્વિસને પણ મધદરિયે અટકાવમાં આવી હતી
ઘોઘા-દહેજ જતી રો-રો ફેરી સર્વિસનું જહાજ ફસવાના કારણે સામેથી આવતી દહેજ-ઘોઘાની ફેરી સર્વિસને પણ મધદરિયે અટકાવમાં આવી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર સતત સંપર્કમાં હતું. અત્યાર સુધીમાં કોઈ પણ જાનહાની અથવા ઈજાના અહેવાલો સામે આવ્યા નથી. આ ધટના બનતા મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.