Get The App

જયહિન્દ ટ્રોફીની લીગ મેચમાં સુરેન્દ્રનગર સામે ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમ વિજેતા

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
જયહિન્દ ટ્રોફીની લીગ મેચમાં સુરેન્દ્રનગર સામે ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમ વિજેતા 1 - image


- ભાવનગર ડિસ્ટ્રીકટ અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચે ત્રિદિવસીય લીગ મેચ 

- ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી 10 વિકેટે જીત મેળવી : ભાવનગરની ટીમ હજુ બે લીગ મેચ રમશે 

ભાવનગર : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રીકટ જયહિન્દ ટ્રોફીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાવનગર ડિસ્ટ્રીકટ અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચે ત્રિદિવસીય ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઈ હતી. આ લીગ મેચમાં ભાવનગરના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી સુરેન્દ્રનગરની ટીમ સામે વિજય મેળવ્યો હતો. સુરેન્દ્રનગરના ખેલાડીઓનો દેખાવ નબળો રહ્યો હતો. 

સુરેન્દ્રનગરના મેદાન ખાતે ગત ગુરૂવારે ઇન્ટર ડિસ્ટ્રીકટ જયહિન્દ ટ્રોફીમાં ભાવનગર ડિસ્ટ્રીકટ અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચે ત્રિદિવસીય ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. આ મેચમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટની ટીમે પ્રથમ બેટીંગ કરતા પ૩.૩ ઓવરમાં ૧૯૪ રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી, જયારે ભાવનગર ડિસ્ટ્રીકટની ટીમે બેટીંગ કરી ૮૭ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૪રર રન નોંધાવી દાવ ડિકલેર કર્યો હતો, ત્યારબાદ ગઈકાલે સુરેન્દ્રનગરની ટીમે બેટીંગ કરી લક્ષનો પીછો કરતા ૪પ ઓવરમાં ૭ વિકેટે રપ૦ રન કર્યા હતા, જેમાં આર્યને અણનમ પ૮ રન ફટકાર્યા હતા, જયારે ભાવનગરના બોલર ચેતન સાકરિયાએ ર વિકેટ ઝડપી હતી. ભાવનગરની ટીમે બીજા દાવમાં બેટીંગ કરતા અંતિમ દિવસના અંતે ૧.ર ઓવરમાં ર૩ રન કર્યા હતાં. 

જયહિન્દ ટ્રોફીની લીગ મેચમાં ભાવનગર ડિસ્ટ્રીકટના ખેલાડીઓએ સુંદર રમત રમી સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટની ટીમ સામે ૧૦ વિકેટે વિજય મેળવ્યો હતો. આ લીગ મેચમાં જીત મળતા ભાવનગરના ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા હતા, જયારે સુરેન્દ્રનગરના ખેલાડીઓમાં નિરાશા ફરી વળી હતી. ઉલ્લેખનીય છે કે, જયહિન્દ ટ્રોફીમાં ભાવનગરના ભરૂચા કલબના મેદાન ખાતે આગામી તા. રપ થી તા. ર૭ ફેબુ્રઆરી દરમિયાન ભાવનગર અને મોરબી વચ્ચે લીગ મેચ રમાશે, જયારે આગામી તા. ૩ થી તા. પ માર્ચ દરમિયાન રાજકોટ ખાતે ભાવનગર અને રાજકોટ-બી ટીમની લીગ મેચ રમાશે.


Google NewsGoogle News