ભાવનગર-બાન્દ્રા ટ્રેન બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર સ્ટેશને ઉભી રહેશે
- અક્ષયતૃતિયાના પાવન અવસરે દોડનાર
- ટ્રેનના બૂકિંગનો આજથી પીઆરએસ કાઉન્ટર્સ પર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે
ભાવનગરના સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ટ્રેન નંબર ૦૯૦૧૩ બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ મંગળવારને તા. ૨૯ એપ્રિલના રોજ ૧૯.૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૯.૦૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૧૪ ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ બુધવારને તા. ૩૦ એપ્રિલના રોજ ભાવનગર ટર્મિનસથી ૧૭.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૭.૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાઢ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને એસી ચેયરકાર કોચ હશે.
ટ્રેન નંબર ૦૯૦૧૩/૦૯૦૧૪ માટે બુકિંગ તા. ૨૬ એપ્રિલને શનિવારથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ પર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.