ભાવનગરમાં ડમ્પરે કારને મારી ટક્કર, કરાટે સ્પર્ધામાં ભાગ લેવા જતી 11 વિદ્યાર્થિનીઓને ઈજા
Bhavnagar Accident: ગુજરાતના ભાવનગર સોમનાથ ધોરીમાર્ગ પર એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં શુક્રવારે (31 જાન્યુઆરી) બપોરે ચાર વાગ્યાની આસપાસ બોરડા અને પસ્વી ગામ વચ્ચે CNG પમ્પ ખાતેથી ગેસ પુરાવી મહુવા જતી ઈકો કારને બમ્પરે અડફેટે લીધી હતી. ઈકો કારમાં 11 વિદ્યાર્થિનીઓ સવાર હતી. જે ટૂર્નામેન્ટમાંથી પરત ફરી હતી.
આ પણ વાંચોઃ મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ માટે ‘ગુજરાત પવેલિયન’ 24 કલાક કાર્યરત, જાણો વિશેષતા
શું હતી સમગ્ર ઘટના?
તળાજા નજીક ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બુધવારે ચાર વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીઓથી ભરેલી ઈકો કાર પસ્પી ગામ વચ્ચે આવેલાં CNG પમ્પ ખાતે ગેસ પુરાવી મહુવા જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી એક ઈકો કારને ડમ્પરે અડફેટે લેતાં ગાડીમાં સવાર 11 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ પોતાના ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતાં.
આ પણ વાંચોઃ સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ધાર્મિક સરઘસ પર રોક
ધોરણ 6-7માં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિનીઓ
નોંધનીય છે કે, વિદ્યાર્થિનીઓ જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઑફ એક્સીલેન્સમાં અભ્યાસ કરતી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓ ધોરણ 6 અને 7માં અભ્યાસ કરતી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓ ભાવનગર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગટયા હતાં. ટૂર્નામેન્ટમાંથી પરત ફરતી વખતે તેઓ આ અકસ્માતનો ભોગ બન્યા હતાં. જોકે, સદ્ભાવે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.