ભરૂચ પોલીસનો એન.ડી.પી.એસ.ના કેસનો વોન્ટેડ આરોપી વડોદરાથી ઝડપાયો

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
ભરૂચ પોલીસનો એન.ડી.પી.એસ.ના કેસનો વોન્ટેડ આરોપી વડોદરાથી ઝડપાયો 1 - image


NDPS case: ભરૂચ સીટી ડિવિઝન પોલીસના એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડોદરા એસઓજી પોલીસે તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે ભરૂચ ખાતે સોંપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના પીઆઇ એસ.ડી.રાતડાને એ.ટી.એસ.ચાર્ટરના નાર્કોટીકસના વધુમાં વધુ કેસો શોધી કાઢી તેમજ ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબુદ કરવા તેમજ નારકોટીકસના ગુનામાં  નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારુ અલગ-અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટીક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી કાયદેસર કાર્યવાહી કરવા અંગે સુચના આપી હતી.

જેના આધારે એસઓજીના અહેકો મહિપતસિંહ ભનાભાઇને બાતમી મળી હતી કે ભરૂચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસના કેસમાં બાકી પકડવાનો આરોપી આફતાબ સીકંદરભાઇ શેખ (રહે પટેલ કળીયા હાથીખાનાવાળો) હાલમાં તાંદલજા રોડ મીન મેડીકલ સ્ટોર પાસે ઉભો છે.

જેના આધારે એસઓજી ની ટીમે બાતમીવાળી જગ્યાએ પહોંચી ફરાર  આરોપીને ઝડપી પાડયો હતો. તેની પુછપરછ કરી ભરૂચ સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક સપર્ક કરી રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરાવતા સદર આરોપી વિરૂધ્ધમાં ભરૂચ સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનામાં સંડોવાયેલ છે અને અને ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. જેથી એસઓજીની ટીમે આરોપીને આગળની કાર્યવાહી માટે  ભરૂચ સીટી એ-ડીવીઝન પોલીસને સોપવાની કાર્યવાહી કરવામાં આવી છે.


Google NewsGoogle News