Get The App

ભરૂચના સાંસદે સરકાર સામે વ્યક્ત કરી નારાજગી, સુચવેલા પ્રજાલક્ષી કામ ન થતા મંત્રીને લખ્યો પત્ર

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
ભરૂચના સાંસદે સરકાર સામે વ્યક્ત કરી નારાજગી, સુચવેલા પ્રજાલક્ષી કામ ન થતા મંત્રીને લખ્યો પત્ર 1 - image


Boycotts Tribal Development Board meeting : ફરી એકવાર ભાજપના મંત્રીની ભાજપના મંત્રી સામે નારાજગી સામે આવી છે. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. આજે ભરૂચ ખાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં જિલ્લાની આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ અંગે વિસ્તૃત ચર્ચા કરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. 

ત્યારે ઝઘડીયા, વાલીયા અને નેત્રંગ તાલુકામાં ગુજરાત પેટર્નના કામોમાં સાંસદ મનસુખ વસાવાએ સુચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાખવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. 

આ પણ વાંચો : 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં અમદાવાદ બંધની ચિમકી


સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં લખ્યું હતું કે ઝઘડીયા વાલીયા તથા નેત્રંગ તાલુકામાં ગુજરાત પેટર્નના કામોમાં મેં સુચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાંખ્યા છે. આ ઉપરાંત ગુજરાત પેટર્નના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા નથી. ગયા વર્ષે પણ વાલીયામાં પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુભાઇ વસાવા તથા ઝપડીયાના પુત્રી તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન દિનેશભાઇ વસાવા તેમના સુચવેલા કામો 50% કાઢી નાંખેલા હતા. 

જે તે સમયે કલેક્ટરને જણાવ્યું હતું કે પુર્વ પ્રમુખ સેવંતુભાઇ તથા પૂર્વ પ્રમુખ રીનાબેનના કાંઢી નાંખેલા કામોનો સમાવેશ કરવો તેમ છતાં તેબોના કામીની સમાવેશ કર્યો નથી. એ જ પ્રમાણે આ વર્ષે પણ મેં સુચવેલા કામોમાંથી મોટાભાગના કામો કાઢી નાંખ્યા છે અને ગુજરાત પેટર્નની મીટીંગ પણ સરકારના ધારા - ધોરણ મુજબ મળતી નથી અને જ્યાં જરૂર છે તેવા ગામોના બદલે જ્યાં આગેવાનોને રસ છે તેવા જ ગામોના કામો લેવામાં આવે છે તે યોગ્ય નથી. 

આ પણ વાંચો : છેડતીના ભયે વાલીઓ સ્કૂલમાંથી છોકરીઓના નામ કઢાવી રહ્યા છે, મ્યુનિ. કાઉન્સિલરોનો આક્ષેપ

ખરેખર તો તાલુકા સંગઠન, જીલ્લા સંગઠન અને ગુજરાત પેટર્નના સભ્યોને, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લઈને આવોજન કરવું જોઇએ. પરંતુ તેવું થતું નથી તો આજની મીટીંગમાં ખાસ કારણોસર મને સખતનારાજગી છે. જેના કારણે હું ઉપસ્થિત રહેવાનો નથી. મારી આપને વિનંતિ છે કે, અમારા કાઢી નાંખેલા કામીને પણ સમાવેશ કરો. ગુજરાત પેટર્નના સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યોનો સમાવેશ કરી અને સમાવેશ કર્યા પછી જ તાલુકામાંથી આવેલી કામોની દરખાસ્તને બહાલી (મંજુરી) આપશો.

1924.63 લાખના કુલ 526 કામોનું વાર્ષિક આયોજન

ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 હેઠળ ભરૂચ જિલ્લામાં વર્ષ 2024-25નાં આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના નવ તાલુકાઓમાં આદિજાતી વસ્તીના પ્રમાણમાં ગુજરાત પેટર્ન 96 ટકામાં રૂા. 1867.51 જોગવાઈ સામે રૂપિયા 1924.63 લાખના કુલ 526 કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ગુજરાત પેટર્ન 4 ટકામાં રૂા. 302.27ની જોગવાઈ સામે 313.13 લાખના 208 કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News