દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજથી ચાર શ્રમિકના મોત, મૃતકોના પરિવારને અપાશે રૂ. 25 લાખ વળતર
Bharuch Gas Leakage: ગુજરાતના ભરૂચના દહેજમાં એક મોટી દુર્ઘટના બની. દહેજ વિસ્તારમાં આવેલી GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદાર મૃત્યુ પામ્યા છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ઘટના બાદ શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. બીજી તરફ કંપનીએ મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં દર કલાકે સરેરાશ 19 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત, આ વર્ષે 1.62 લાખ ઘવાયા
શું હતી સમગ્ર ઘટના?
ભરૂચના જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં ચાર કામદારોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, વાલ્વ લીકેજ થતા ઘાતક ગેસ લીક થયો હતો. જ્યારબાદ કામદારોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યા હતાં.
આ પણ વાંચોઃ પહેલી જાન્યુઆરીથી નવું ટાઈમટેબલ, અમદાવાદ ડિવિઝનને સાંકળતી 48 ટ્રેનોના સમયમાં ફેરફાર
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તો મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.