કથિત ઓડિયો : 'તું આતંકવાદી જેવો છે...', આદિવાસી યુવકે સવાલ કર્યો તો મનસુખ વસાવા ગુસ્સે થયા!
Manshukh Vasava Viral Audio : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય નેતાઓ બેફામ વાણીવિલાસ કરતા નજરે પડી રહ્યા છે. તેમાંના એક નેતા મનસુખ વસાવા પણ છે. 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાને ભાજપે 7મી વખત ભરૂચ બેઠક પર ટિકિટ આપી છે. ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે આ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને આદિવાસી સમાજના યુવક વચ્ચે વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જોકે, અમે આ ઓડિયોની પુષ્ટિ નથી કરતા.
થોડા દિવસ અગાઉ મનસુખ વસાવાએ જાહેર મંચથી ભાષણ આપ્યું હતું કે, ત્રણ મહિના પછી અમે જોઈ લઈશું. ત્યારે આ નિવેદનને લઈને આદિવાસી યુવકે મનસુખ વસાવાને ફોન કરીને પ્રશ્નનો જવાબ માંગ્યો હતો. કે તમે કોને જોઈ લેવાની વાત કરો છો. તો મનસુખ વસાવાએ યુવકને આતંકવાદી ગણાવી દીધો હતો.
મનસુખ વસાવા અને આદિવાસી યુવક વચ્ચેની વાતચીત....
આદિવાસી યુવક : હલ્લો, મનસુખભાઈ... વાત પૂરી ન થાય ત્યાં સુધી ફોન ન કાપતા. તમે સ્ટેટમેન્ટ આપ્યું છે કે ત્રણ મહિના પછી તમે છો અને અમે છીએ. તમે આપણા જ સમાજના લોકોને ચેલેન્જ આપો છો. તે કેટલી હદે વ્યાજબી છે.
મનસુખ વસાવા : હા તો હું શું બોલ્યો. ત્રણ મહિના પછી હું જ પાછો આવવાનો છું.
આદિવાસી યુવક : તમારે અભિમાન છે...
મનસુખ વસાવા : હા તો તમે જોઈલો ભાજપ સિવાય કોઈ નહીં જીતે
આદિવાસી યુવક : એમ નહીં વિચાર કરો. આદિવાસી સમાજની શું પરિસ્થિતિ છે. મણિપુરની શું સ્થિતિ છે. આખા આદિવાસી પટ્ટામાં પાંચમી અને છઠ્ઠી અનુસુચીનો અમલ નથી થતો. તમે સત્તાના જોરે અભિમાન કરી રહ્યા છો.
મનસુખ વસાવા : તમે અભિમાન કરી રહ્યા છો.
આદિવાસી યુવક : હું તો ભારતના સંવિધાન..પ્રોટોકોલ પ્રમાણે સાંસદ છો એટલે સવાલ કરું છું.
મનસુખ વસાવા : તમને મને સલાહ આપવાનો અધિકાર નથી.
આદિવાસી યુવક : સલાહ નથી આપતો. હું ભારતનો નાગરિક છું.
મનસુખ વસાવા : ગમે એટલો ટોપી હોય મને કંઈ પડી નથી.
આદિવાસી યુવક : તમારો કહેવાનો મતલબ એવો છે કે તમે તમારી રીતે ચાલો છો.
મનસુખ વસાવા : અમે પાર્ટીની લાઈનમાં ચાલવા વાળા છીએ. મારે પાર્ટી સાથે લેવા દેવા છે.
આદિવાસી યુવક : તમને સમાજની પીડાને લઈને કંઈ લેવા દેવા નથીને.
મનસુખ વસાવા : તુ ગુંડો...આંતકવાદી જેવો લાગ્યો.
આદિવાસી યુવક : તમને જો કોઈ સવાલ કરે એ તમારા માટે દેશદ્રોહી અને ધર્મવિરોધી થઈ જાય.
મનસુખ વસાવા : તુ આતંકવાદી છે.
આદિવાસી યુવક : તમને જો સવાલ કરે એ માણસ તમારા માટે ખરાબ થઈ જાય.
મનસુખ વસાવા : તમારામાં કોઈ તાકાત નથી કે ભાજપ વાળાને હરાવી શકે. તાકાત હોય તો ચૂંટણી લડી લે.
આદિવાસી યુવક : તમે વાતનો ટ્રેક ચેન્જ કરો છો.
મનસુખ વસાવા : તુ નક્સલવાદી અને આતંકવાદી છે.
ક્યાં નરેન્દ્ર મોદીનું વિરાટ સ્વરૂપ અને ક્યાં આ ચૈતર વસાવા... સાવ મચ્છર જેવો : મનસુખ વસાવા
લોકસભા ચૂંટણીની વચ્ચે ગુજરાતનાં રાજકારણમાં એકબીજા પર પ્રહારો વધ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપ ઉમેદવાર ચૈતર વસાવા માટે મચ્છર શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમણે કહ્યું હતું, કે 'નરેન્દ્ર મોદીના વિરાટ સ્વરૂપ સામે મોટા મોટા દિગ્ગજ નેતાઓ કશું બોલતા નથી. અને આ ચૈતર વસાવા સાવ મચ્છર જેવો... શરમ આવવી જોઈએ. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપ સામે નિવેદન આપે, એને શરમ આવવી જોઈએ.'