વડાપ્રધાન મોદીના હસ્તે લાઠીના દુધાળામાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કરાશે
આગામી તા. 28ના પીએમ મોદીની મુલાકાત સંદર્ભે તંત્ર એલર્ટ : 5 વર્ષ અગાઉ પણ વડાપ્રધાને આ વિસ્તારમાં હરિકૃષ્ણ સરોવરને ખુલ્લું મુક્યું હતું: ગાંગડીયા નદી જલસંચયની પ્રવૃત્તિથી સર્વત્ર હરિયાળી ક્રાંતિ
અમરેલી, : દેશના પ્રધાનમંત્રી મંત્રી નરેન્દ્ર મોદી દિવાળી પહેલા વતન ગુજરાતની મુલાકાત લેશે.આગામી 28 મી તારીખના રોજ અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા ગાગડીયા નદી પર બનાવવામાં આવેલ સરોવરની મુલાકાત લેશે.આ ઉપરાંત તે પૈકીના ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે.ત્યારે પીએમ મોદીનું લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં આગમનને લઈને ભાજપી કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામે ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજી ધોળકિયા એ લાઠી થી લીલીયા પંથકમાં વહેતી ગાગડીયા નદી પર જળ સંચયની પ્રવ્તિ થકી હરિયાળી ક્રાંતિ સર્જી છે.આ વિસ્તારમાં કરોડો લિટર પાણીનો સંગ્રહ થવાને કારણે ખુબજ મોટો ફાયદો વિસ્તારમાં લોકોને મળી રહ્યો છે.આ ગાગડીયા નદી પર સરોવરોની નમૂનેદાર હાર માળાઓ સર્જી દીધી છે.ત્યારે આગામી 28 મી ઓક્ટોબર ના રોજ દિવાળી પહેલા જ પીએમ મોદી દુધાળા ખાતે જળ સંચયની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરશે અને સરોવર પૈકીના ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે.પીએમ મોદીના જિલ્લામાં આગમનને લઈને જિલ્લા તંત્ર સાબદુ બન્યું હતું અને જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ મુલાકાત કરી અને હેલિપેડ,વાહન પાકગ,સભાખંડ સહિતના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું