MLA ધર્મેન્દ્રસિંહની હત્યા માટે સોપારી આપવાના ગુનામાં 6 વર્ષ પહેલાં પણ ભંવરલાલ અને તેના પુત્ર પકડાયા હતા
વડોદરાઃ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા ભંવરલાલ અને હાલના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે લાંબા સમયથી અંટસ ચાલી રહી છે.
છ વર્ષ પહેલાં પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની હત્યાના કાવતરા બદલ પોલીસે પાંચ જણાની રિવોલ્વર સાથે ધરપકડ કરી હતી અને તેમની કબૂલાતને પગલે વિવાદિત ટ્રાન્સપોર્ટર ભંવરલાલ ગૌડ અને તેના પુત્ર અમિતનું નામ ખૂલતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
બંને પિતા-પુત્રને રિમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી હતી અને ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યા હતા.૮૦ દિવસ બંનેનો જામીન પર છૂટકારો થયો હતો.જે કેસ હજી ચાલુ છે.