જામનગરના બે પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં સંડોવાયેલા ભાણવડના બુટલેગરની પાસા હેઠળ અટકાયત
Jamnagar Crime : જામનગર જિલ્લાના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ પડાણા પોલીસ સ્ટેશનમાં જુદા-જુદા દારૂના ગુના દાખલ કરાયા હતા, તે દારૂના ધંધાર્થી ભાણવડના બુટલેગરની પોલીસ દ્વારા પાસા હેઠળ અટકાયત કરી લઇ સુરતની જેલમાં ધકેલી દેવાયો છે.
ભાણવડ તાલુકાના પાછતરડી ગામનો વતની મેરૂભાઈ રામભાઈ હુણ નામનો બુટલેગર કે જેની સામે જામનગરના મેઘપર પોલીસ મથકમાં તેમજ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂના ગુન્હા નોંધવામાં આવ્યા હતા, તે દારૂના ધંધાર્થી સામે એલસીબીની ટીમ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવી હતી.
ત્યાંથી મંજૂરીની મહોર લાગી ગઈ છે, અને ગઈ રાતે એલસીબીની ટુકડીએ દારૂના ધંધાર્થી મેરૂભાઈ રામભાઈની અટકાયત કરી લઈ તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે.