ગીતા જયંતી પર શિક્ષણ વિભાગનો મોટો નિર્ણયઃ ધોરણ 6થી 8માં ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ
ધો.6થી 8માં આગામી સત્રથી શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે
આગામી શૈક્ષણિક વર્ષથી ધો.11માં પણ પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરાશે
Bhagavad Gita: ગીતા જયંતી પર શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત, ધોરણ 6થી 8માં આગામી સત્રથી શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. ગીતાના પાઠ માટે પાઠ્ય પુસ્તક જાહેર કરાયું છે.
આગામી શૈક્ષણિક વર્ષથી ધો.11માં પણ પ્રાકૃતિક ખેતી વિષય ભણાવાશે
ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો.9 અને 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠયપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણનો સમાવેશ કરાયો છે અને હવે આગામી શૈક્ષણિક વર્ષથી ધો.11માં પણ પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરાશે, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું.
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની છે, પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર ધન થકી જીવામૃત, ધનામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે, પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે, જેમાં ઓછા ખર્ચે અનેક ફાયદા છે.