નવા વર્ષે જ છવાયો માતમઃ મોડી રાત્રે સુરત અને વડોદરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6નાં મોત
Vadodara-Surat Accident: ગુજરાતીઓ આજે પોતાના નવ વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે વડોદરા અને સુરતમાં અકસ્માતના કારણે 6 લોકો નવા વર્ષનો સૂરજ પણ જોઈ નથી શક્યાં. શુક્રવારે (1 નવેમ્બર) મોડી રાત્રે વડોદરા અને સુરતમાં અકસ્માત થયો હતો. જેમાં સુરતમાં ત્રણ અને વડોદરામાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયાં છે. આ અકસ્માતના કારણે નવ વર્ષના દિવસે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચોઃ એલર્ટ! સિગ્નલ ન હોય ત્યાં ટ્રાફિકની AI ઈન્ટરસેપ્ટર મેમો આપશે, અમદાવાદમાં નવી પહેલ
અકસ્માતમાં ત્રણ લોકોએ ગુમાવ્યો જીવ
સુરતના ઉપરપડા ગામ ખાતે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉમરપાડાના બે પુરૂષ અનવે એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માતની જાણ થતાં સ્થાનિકોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યાં ત્રણ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સ્માર્ટ સિટી અમદાવાદમાં રખડતા કૂતરાં પકડવાની છેલ્લા સાત મહિનામાં ચાર હજારથી વધુ ફરિયાદ
વડોદરામાં ગમખ્વાર અકસ્માત
બીજીબાજુ વડોદરાના સેગવા-સીમળી માર્ગ પર પણ બે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ સિવાય ચાર વર્ષની એક બાળકીને ગંભીર ઈજા પહોંચી છે. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.