જામનગરમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનમાં લાગી આગ, અફરાતફરીનો સર્જાયો માહોલ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News

jamnagar school van caught fire


Jamnagar School
Van Caught Fire:
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં બપોરના સમયે એક ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાનમાં અકસ્માતે આગનો બનાવ બન્યો હતો, જેથી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. સમયસર તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી લીધા હતા, અને પાણીનો મારો ચલાવી આગ શરૂ થાય તે પહેલા જ ઓલવી દેવામાં આવી હતી. 

વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલવેનમાં આગ લાગી 

જામનગરની એન.વી.એન. સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી GJ 10 DJ 1846 નંબરની સ્કૂલવાન (ઇકો કાર) માં બપોરના સમયે વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવામાં આવતા હતા. આ દરમિયાન બેડેશ્વર વિસ્તારમાં વજન કાંટા પાસે સીએનજી ગેસ કીટમાં આગ શરૂ થઈ હતી અને સૌ પ્રથમ ધુમાડા દેખાયા હતા. જેથી સ્કૂલ વેનના ચાલકે વેન ઉભી રાખીને તેમાંથી તમામ વિધાર્થીઓને બહાર કાઢી લીધા હતા. 

સ્થાનિક નાગરિકે કરી મદદ 

ત્યારબાદ સ્થાનિક  નાગરિક અકબરભાઈ કક્કલ પાણીની ડોલ લઈને દોડી આવ્યા હતા અને તુરંત જ  પાણીનો મારો ચલાવી આગ શરૂ થાય તે પહેલાં જ આગને બુજાવી દીધી હતી. કોઈ જાનહાની થાય, તે પહેલા જ આગ કાબુમાં આવી જતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. જો કે સમગ્ર બનાવ મામલે ફાયર બ્રિગેડ અથવા અન્ય કોઈ તંત્રની મદદ લેવામાં આવી નથી.

જામનગરમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનમાં લાગી આગ, અફરાતફરીનો સર્જાયો માહોલ 2 - image


Google NewsGoogle News