Get The App

વડોદરામાં 40 લાખના ખર્ચે ગટરની કામગીરી થાય તો છાણી તળાવનું બ્યુટીફિકેશન લેખે લાગે

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
વડોદરામાં 40 લાખના ખર્ચે ગટરની કામગીરી થાય તો છાણી તળાવનું બ્યુટીફિકેશન લેખે લાગે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના છાણી વિસ્તારના છાણી તળાવને સુંદર બનાવવામાં આવ્યા બાદ તેમાં હજુ બે સ્થળેથી ગટરના પાણી આવી રહ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે 40 લાખના ખર્ચે ગટરની કામગીરીનું આયોજન વિચાર્યું છે. કોર્પોરેશનના રિવાઇઝડ બજેટમાં આ કામ હાથ પર લેવાય તેવી શક્યતા છે. આજની તારીખે હજુ રવિ શિખર અને છાણી પોલીસ લાઈન બાજુથી આવતી ગટર લાઈનના પાણીના નિકાલ માટે વરસાદી ગટર સાથે કનેક્શન જોડી દેવાતા પાણી સીધું તળાવમાં આવી રહ્યું છે. અગાઉ એક સ્થળેથી પાણી આવતું બંધ કરવામાં આવ્યું છે. જો આ 40 લાખની ગટર લાઇનની કામગીરી જલ્દી પૂરી કરી દેવામાં આવે તો તળાવને સુંદર કરવાની કામગીરી લેખે લાગે.

વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ ગટરના પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન થતા છેવટે તેનું જોડાણ વરસાદી ગટર સાથે કરી દેવામાં આવ્યું હતું. ખરેખર તો વરસાદી ગટરમાં માત્ર વરસાદનું પાણી જ જવું જોઈએ, પરંતુ ગટરનું જોડાણ તેમાં કરાતા ગંદા પાણી વહેતા થયા છે. જો કે આવું માત્ર અહીં જ નથી .શહેરના ઘણા વિસ્તારોમાં ગટરની સમસ્યા ઉકેલવા વરસાદી ગટર સાથે જોડાણ કરી દેવામાં આવે છે. છાણી તળાવમાં બે સ્થળેથી ગટરના પાણી તળાવમાં આવતા રોકવા અગાઉ પાણી બંધ કર્યું તો ગટર ઉભરાવાની સમસ્યા શરૂ થઈ હતી. દરમિયાન ચોમાસામાં ભારે પુર અને વરસાદી પાણીના ભરાવાના નિકાલ માટે તળાવનો જે અનયુઝ ગેટ છે, તેની બાજુમાં તોડફોડ કરવામાં આવી હતી. જે હજી રીપેર કરવાનું બાકી છે. જે ગેટ પણ તૂટેલો છે તે રીપેર કરવાનો બાકી રાખ્યો છે. આ ગેટ રીપેર થઈ જાય તો તળાવમાં ન્યુસન્સ ફેલાવતી આવજા પણ બંધ થઈ શકે. અહીં નજીકમાં કચરાનું ઓપન સ્પોટ ગયું છે, અને લોકો ત્યાં કચરો ઠાલવી જાય છે, ઢોર કચરો ફેંદતા નજરે પડે છે, અને પ્લાસ્ટિક કચરો ઊડીને તળાવમાં જાય છે, પરંતુ દિવસમાં બે વખત સફાઈ કરવામાં આવે છે, તે બરાબર છે, પરંતુ તળાવ કિનારે કચરાનો ઓપન સ્પોટ ન હોવો જોઈએ.


Google NewsGoogle News