જામનગરના વાલસુરા નેવી મથકે બીટીંગ ધ રીટ્રીટ - કાર્યક્રમ યોજાયો
નેવી ડે નિમિતે આયોજન નેવી જવાનો દ્વારા વિવિધ કરતબો પ્રદર્શિત કરાયા
જામનગર, : જામનગરના વાલસુરા નેવી મથક દ્વારા નૌસેના દિવસની ઉજવણીના ભાગ રૃપે બીટીંગ રીટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેવી ના જવાનો એ દિલ ધડક કરતબો રજુ કરીને ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતાં. પાકિસ્તાન સાથેના યુધ્ધમાં કરાચી હાર્બરને નાબૂદ કરવામાં નેવી એ ભજવેલી ઉત્કૃષ્ટ ભૂમિકાને લઈને પ્રતિવર્ષ 4 થી ડીસેમ્બરના રોજ નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે. યુધ્ધ દરમિયાન દિવસની સમાપ્તિ પછી ફૌજ દ્વારા જે કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમાં કરતબો, કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવે છે.
નેવી મથક વાલસુરામાં બીટિંગ રિટ્રીટનો કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં નેવી સહિતના ડીફેન્સના અને સ્થાનિક અધિકારીઓ, નેવીના જવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે નેવીના જવાનોને વિવિધ કરતબો પ્રદર્શિત કર્યા હતાં. જેને ઉપસ્થિત સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતાં.