બિઝનેશ માટે પિયરમાંથી પૈસા લાવવાનું કહી પરિણીતાને મારઝૂડ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
બિઝનેશ માટે પિયરમાંથી પૈસા લાવવાનું કહી પરિણીતાને મારઝૂડ 1 - image


Image Source: Freepik

- તલાકની  ધમકી આપી સગર્ભા અવસ્થામાં જ પહેરેલા કપડે કાઢી મૂકી

વડોદરા, તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર

બિઝનેશ કરવા માટે પિયરમાંથી પૈસા લઇ આવવાનું કહી મારઝૂડ કરી તલાકની ધમકી આપતા પતિ તથા ત્રાસ ગુજારતા સાસુ, સસરા અને નણંદો સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી  છે.

પાણીગેટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા નિકાહ ગત તા. ૦૨-૧૦-૨૦૨૨ ના રોજ આદિલ શબ્બીરભાઇ  વાણીયાવાલા ( રહે. નાની કડીયાવાળ મસ્જિદ પાસે, ડભોઇ)  સાથે થયા હતા. લગ્ન પછી હું સંયુક્ત કુટુંબમાં રહેવા માટે  ગઇ હતી. બે મહિના પછી સાસુ, સસરા તથા નણંદોએ દહેજ બાબતે ત્રાસ ગુજારવાનું શરૃ કર્યુ હતું. મારા પતિ મને કહેતા હતા કે, મારે ધંધા માટે પૈસાની જરૃરિયાત છે. તારા પિયરમાંથી લઇ આવ નહીંતર હું તને  રહેવા  દઉં નહીં.મારા પતિ મારઝૂડ કરતા હતા. નણંદો મારી પાસે નોકરાણીની જેમ કામ કરાવતા હતા. હું ગર્ભવતી હતી. ત્યારે જાણ થઇ હતી કે, મારા પતિને અન્ય મહિલા સાથે સંબંધ છે. અને તેના કારણે તેઓ મારી સાથે ઝઘડો કરી તલાકની ધમકી આપતા હતા. હું ગર્ભવતી હોવા છતાંય મને પહેરેલા  કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી.



Google NewsGoogle News