ઘમંડિયા ગઠબંધનથી ચેતતા રહેજો, મહિલા અનામત બિલને મનથી નહીં કમને સમર્થન આપ્યું છેઃ PM મોદી

નારી સશક્તિકરણ માટે દેશમાં જે પ્રયાસો થયા તેમાં વડોદરાને સિમાચિહ્ન ગણવામાં આવે છેઃ PM મોદી

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
ઘમંડિયા ગઠબંધનથી ચેતતા રહેજો, મહિલા અનામત બિલને મનથી નહીં કમને સમર્થન આપ્યું છેઃ PM મોદી 1 - image



વડોદરાઃ આજે નવલખી મેદાન ખાતે (PM modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં "નારી વંદન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદી ખુલ્લી જીપમાં નવલખી મેદાનમાં મહિલાઓનું અભિવાદન ઝીલતા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ સભાસ્થળે ઊમટી પડી હતી. મહિલાઓથી સભાસ્થળ ખીચોખીચ ભરાઇ ગયું હતું. મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, તમે એમ ન માનતા કે આ બધા સુધરી ગયા, પણ તમારો તાપ એટલો પડ્યો કે બિલ પાસ કરાવવું પડ્યું, એનો જરાક રેકોર્ડ જોજો પાર્લામેન્ટમાં બિલ ફાડી નાખતા હતા એ પણ તમારી સાથે બેઠા છે. (women's reservation bill)એકબીજા સાથે મેચ ફિક્સિંગ કરતા હતા. હવે એ લોકોએ નારી શક્તિના ભાગલા પાડવાનું નક્કી કર્યું છે. ગઠબંધને મહિલા અનામત બિલને મનથી સમર્થન નથી કર્યું, કમને કર્યું છે એટલે તેનાથી ચેતતા રહેજો, (arrogant alliance)આ ઈન્ડિયા નહીં ઘમંડિયા ગઠબંધન છે.

તીન તલાખ વખતે મુસ્લિમ બહેનો સાથે કેમ ઉભા ના રહ્યા

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ લોકોને જરા પૂછજો તીન તલાક માટે મુસ્લિમ બહેનો માટે કાયદો લાવ્યા ત્યારે તમે મુસ્લિમ બહેનો સાથે કેમ ઊભા ન રહ્યા. મોદી પ્રસ્તાવ લઈને આવ્યો ને તો તેણે મનથી નહીં કમને હા પાડી છે. બહેનોએ મને દિલ્હી મોકલ્યો તો અનુભવનું ભાથું પણ સાથે આપ્યું. મધ્યપ્રદેશમાં હું આદિવાસી વિસ્તારમાં ગયો હતો. ત્યાં લખપતિ દીદીને મળવાનું થયું. તેમની કમાણીએ તેને લખપતિ દીદી બનાવી દીધી હતી. એક બહેનને પૂછ્યું કે, તમે લખપતિ દીદીને પૂછ્યું તો તેણે જે જવાબ આપ્યો તે દેશની નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે.

ગરીબ લોકોને મફતમાં અનાજ આપી ચૂલો સળગતો રાખ્યો

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં બહેનો બીમાર હોય તો ઘરમાં કોઈને ખબર ન પડવા દેતી. કારણ કે, હોસ્પિટલમાં ખર્ચો થશે. દિલ્હીમાં તમારો દીકરો પહોંચ્યો ને તો પહેલું કામ કર્યું આયુષ્યમાન કાર્ડ આપ્યું. કોરોનાકાળમાં કરોડો ગરીબ લોકોને મફતમાં અનાજ આપી ચૂલો સળગતો રાખ્યો છે. નારી શક્તિ પહેલીવાર સમસ્યા પૂરી કરીને સપના પૂરા કરવા તરફ નીકળી ગઈ છે.નારી સશક્તિકરણ માટે દેશમાં જે પ્રયાસો થયા તેમાં વડોદરાને સિમાચિહ્ન ગણવામાં આવે છે. ગાયકવાડી સરકારમાં મફતમાં દીકરીઓને ભણાવવી ફરજિયાત કરવામાં આવ્યું હતું. એમએસ યુનિવર્સિટીમાં ચાન્સેલર તરીકે મહિલા જ આપણને માર્ગદર્શન આપે. દેશ-દુનિયામાં હંમેશાં ગુજરાતના મોડલની ચર્ચા થાય છે. 


Google NewsGoogle News