બોગસ દસ્તાવેજો બનાવનાર ટોળકીની વધુ એક બેંક સાથે છેતરપિંડી: બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ. 65.13 લાખનું લોનનું કૌભાંડ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
બોગસ દસ્તાવેજો બનાવનાર ટોળકીની વધુ એક બેંક સાથે છેતરપિંડી: બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ. 65.13 લાખનું લોનનું કૌભાંડ 1 - image




- બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ, સેલેરી સ્લીપ બનાવી સેલ્સ એક્ઝીક્યુટીવની સાંઠગાંઠમાં 21 વ્યક્તિના નામે લોન લઇ ભરપાઇ કરી નહી
- એચડીએફસી બેંકમાંથી લોન લેનાર પ્રિન્સ પટેલ માસ્ટર માઇન્ડ હોવાની આશંકા, બેંકના સેલ્સ એક્ઝીક્યુટીવ પણ શંકાના દાયરામાં


સુરત

એચડીએફસી બેંકમાંથી બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ અને સેલેરી સ્લીપના આધારે રૂ. 92.95 લાખની પર્સનલ લોન લઇ છેતરપિંડી કરનારે કોટક મહિન્દ્રા બેંકમાંથી પણ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે લોન લીધા બાદ ભરપાઇ નહીં કરી રૂ. 65.13 લાખની ઠગાઇ કર્યાની વધુ એક ફરીયાદ ઉમરા પોલીસમાં નોંધાય છે. બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે લોન લઇ કૌભાંડ આચરનાર માસ્ટર માઇન્ડ પ્રિન્સ પટેલ હોવાની આશંકા છે.
એચડીએફસી બેંકની લોન એસીસ્ટ ક્વીક બેંક લોન્સ નામની એપ્લિકેશન અને ડીએસએ (ડાયરેક્ટ સેલ્સ એજન્ટ) કોડ થકી પર્સનલ લોન લેનાર 17 સહિત 20 વિરૂધ્ધ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે રૂ. 92.95 લાખની પર્સનલ લોન લેવાના કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાએ બોગસ જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવવાનું દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં હાલમાં પણ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યાં વળી શહેરના ઘોડદોડ રોડ સ્થિત કે.જી પોઇન્ટ સ્થિત કોટક હાઉસમાં આવેલા કોટક મહિન્દ્રા બેંકના લીગલ મેનેજર ધર્મેન્દ્રસીંગ મહેન્દ્રસીંગ ઠાકુર (રહે. રસિકપાર્ક સોસાયટી, ઇસનપુર, અમદાવાદ) દ્વારા આજ રોજ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

બોગસ દસ્તાવેજો બનાવનાર ટોળકીની વધુ એક બેંક સાથે છેતરપિંડી: બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ. 65.13 લાખનું લોનનું કૌભાંડ 2 - image

એચડીએફસી બેંકમાં બોગસ આધારકાર્ડ, સેલરી સ્લીપ અને રહેઠાંણના અન્ય પુરાવાના આધારે જે રીતે લોન લઇ ભરપાઇ કરવામાં આવી ન હતી તે જે મોડેસ ઓપરેન્ડીથી કોટક બેંકમાંથી અલગ-અલગ 21 વ્યક્તિના નામે કુલ રૂ. 65.13 લાખની લોન લઇ એકાદ-બે હપ્તા ભર્યા બાદ હાથ ઉંચા કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બેંક દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બેંકના સેલ્સ એક્ઝીક્યુટીવ મેહુલ વૈદ્યએ પ્રિન્સ હેમંત પટેલ (રહે. સ્વર્ગ રેસીડન્સી, જોળવા, તા. પલસાણા, જી. સુરત) સાથે મળી કૌભાંડ કર્યુ હોવાનું બહાર આવ્યું છે. જયારે અન્ય એક્ઝીક્યુટીવ દેવેન્દ્ર, હાર્દીક, રીન્કેશ, નિમેશ શંકાના દાયરામાં છે.


Google NewsGoogle News