Get The App

બરોડા ડેરીએ અમુલ દૂધમાં લીટરે રૂ.2 અને દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂ.30 નો વધારો આપ્યો

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
બરોડા ડેરીએ અમુલ દૂધમાં લીટરે રૂ.2 અને દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂ.30 નો વધારો આપ્યો 1 - image


Image Source: Twitter

બરોડા ડેરીએ દૂધના ભાવમાં ફરી એક વખત વધારો ઝીંક્યો છે. જ્યારે દૂધના ભાવ વધારા સાથે દૂધ ઉત્પાદકોને પણ કિલો ફેટે ફાયદો જાહેર કર્યો છે.

અમુલ દ્વારા દૂધમાં કરવામાં આવેલા ભાવ વધારાને પગલે બરોડા ડેરી દ્વારા આજે દૂધના ભાવમાં લીટર દીઠ રૂ.2 નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેનો અમલ આવતીકાલે મત ગણતરીના દિવસે જ કરી દેવામાં આવશે. 

દૂધના ભાવ વધારાની સાથે અમુલક ગોલ્ડના અડધો લીટર પાઉચ નો ભાવ રૂ 32 ની જગ્યાએ 33 થશે. જ્યારે અમુલ શક્તિ ના અડધો લીટર પાઉચનો ભાવ રૂ.29 ને બદલે 30 થશે. અમુલ તાઝા ના અડધા લીટર પાઉચ નો ભાવ રૂ 26 ને બદલે 27,સ્લીમ એન્ડ ટ્રિમ ના અડધા લીટર પાઉચ નો ભાવ રૂ 23 ને બદલે 24 થશે. જ્યારે,ગાયના દૂધના અડધા લીટર પાઉચનો ભાવ હું 27 ને બદલે 28 થશે.

આ સાથે બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોને પણ કિલો ફેટે રૂ 30 નો ભાવ વધારો આપ્યો છે. જેથી હાલમાં અપાતા રૂ 770 ને બદલે દૂધ ઉત્પાદકોને કિલો ફેટે 800 રૂપિયા મળશે. 

બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખે દાવો કર્યો છે કે, વર્ષ 2015માં અમુલ ગોલ્ડ નો ભાવ રીટરે રૂ 48 હતો ત્યારે દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂ 570 આપવામાં આવતા હતા. જે હાલમાં લીટરે રૂ 66 થયો છે ત્યારે ખેડૂતોને કિલો ફેટ એ 800 આપવામાં આવે છે. આમ દસ વર્ષના ગાળામાં અમુલ ગોલ્ડમાં લીટરે 18 ના ભાવ વધારા સામે ખેડૂતોને કિલો ફેટે 230 નો ભાવ વધારો આપવામાં આવ્યો છે. જેથી ટકાવારી મુજબ દૂધના ભાવમાં દસ વર્ષમાં 37.50% ના ભાવ વધારા સામે દૂધ ઉત્પાદકોને 40.35% ભાવ વધારો આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News