Get The App

બરડા જંગલ સફારીનો કપુરડી નેસ ખાતેથી મંગળવારથી પ્રારંભ

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
બરડા જંગલ સફારીનો કપુરડી નેસ ખાતેથી મંગળવારથી પ્રારંભ 1 - image


ટિકિટનું બુકીંગ કપુરડીના નાકેથી ઓફલાઇન મોડ મારફતે કરાવી શકાશે : બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલેશ્વરની કીલગંગા નદીનાં રમણીય દ્રશ્યો, પહાડી અને ડુંગરાળ ભૂપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓનાં કુદરતી નિવાસસ્થાનથી નજીક જોવાની તક 

પોરબંદર, : છેલ્લા કેટલાક સમયથી બહુ ચચત એવી બરડા જંગલ સફારી હવે શરૂ થવા જઇ રહી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કપુરડી નેસની વનવિભાગની ચેકપોસ્ટ ખાતેથી તા. 29 ઓકટોબરે પ્રારંભ થશે.અંદાજે 27 કિ.મી.નો બરડા સફારીનો રૂટ રહેશે. જેમાં કપુરડીથી શરૂઆત થઇને ત્યારબાદ ચારણુ આઇ બેરિયરથી થઇ અજમા પાટ અને ભુખબરા નેશ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.

પોરબંદર વનવિભાગે  જણાવ્યુ છે કે તા. 29-10ને મંગળવારે બપોરે બે વાગ્યે ગુજરાત વનવિભાગ દ્વારા નાગરિકોને જીવસૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી દ્રશ્યોને જાણવા અને માણવાના હેતુસર બરડા જંગલ સફારીનો શુભારંભ થવા જઇ રહ્યો છે.પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લામાં બરડો ડુંગર ફેલાયેલો છે.અને તેથી ભાણવડ નજીકના કપુરડી નેશના નાકેથી એટલે કે જયાંથી કીલેશ્વર જવા માટે પ્રવાસીઓ જંગલમાં પ્રવેશે છે. ત્યાંથી આ બરડા જંગલ સફારીનો શુભારંભ થશે. 

અંદાજે 27 કિ.મી.નો બરડા સફારીનો રૂટ રહેશે. જેમાં કપુરડીથી શરૂઆત થઇને ત્યારબાદ ચારણુ આઇ બેરિયરથી થઇ અજમા પાટ અને ભુખબરા નેશ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. સફારી દરમિયાન પ્રવાસીઓને બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલેશ્વરની કીલગંગા નદીના રમણીય દ્રશ્યો, પહાડી અને ડુંગરાળ ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓના કુદરતી નિવાસસ્થાનથી જોવાની નજીક જોવાની તક મળશે. ચોકકસ પ્રકારની જીપ્સીની સુવિધાબરડા જંગલ સફારીના રૂટ ઉપર જવા માટે છ પેસેન્જરોની કેપેસીટી ધરાવતી વનવિભાગની ચોકકસ પ્રકારની ઓપન જીપ્સી મૂકવામાં આવશે.જેમાં ગાઇડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. સફારી માટેની પરમીટ ફી 400 રૂા. અને ગાઇડ ફી 400 રૂા. તેમજ જીપ્સીની ફી ૨૦૦૦ રૂા. રાખવામાં આવી છે.

ટિકિટનું બુકીંગ કપુરડીના નાકેથી ઓફલાઇન મોડ મારફતે શરૂ કરવામાં આવશે.અને સફારી માટેની પરમીટ પણ બુકીંગ કાઉન્ટર ખાતેથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રવાસીઓની સલામતી અને જાગૃતતા માટે ગાઇડની સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.તેની સાથોસાથ સફારી રૂટ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સુચનાઓ દર્શાવતા બોર્ડ પણ મુકવામાં આવ્યા છે 


Google NewsGoogle News