Get The App

રાજકોટમાં કાર લોન માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી બેંક સાથે 93.15 લાખની ઠગાઈ

Updated: Feb 8th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટમાં કાર લોન માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી બેંક સાથે 93.15 લાખની ઠગાઈ 1 - image


વિજય કોમર્શિયલ બેંકના મહિલા મેનેજર સહિત 5 શખ્સો સામે ગુનો : ખોટી આરસી બુક અને વીમા પોલીસી રજૂ કરી ઓળખીતા અને પરીચિતોના નામે 10 કાર લોન મંજૂર કરાવી લીધી : હાથ ધરાતી તપાસ

રાજકોટ, : અહી રાજકોટની વિજય કોમર્શિયલ બેંકમાં ઓટોબ્રોકર શ્રૂજય વોરા અને લક્ષ્યાંક વિઠલાણી સહિતનાં શખ્સોએ મહિલા બેંક મેનેજર સાથે મળી ખોટા ડોક્યુમેનટ્, આરસી બુક ઈન્સ્યોરન્સ પોલીસી અને કવોટેશન રજુ કરી 10 કાર લોન મંજુર કરાવી રૂા. 93.15 લાખનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ અહીના એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે છેતરપીંડી, ફોર્જીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મહિલા બેંક મેનેજર સહિત 5 શખ્સો સામે ચર્ચાસ્પદ કૌભાંડમાં અન્ય કોઈ અધિકારીઓની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો એવી છે કે અહી રાજકોટમાં મોટા મવા નજીક સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે પેન્ટાગોન ટાવરમાં રહેતા દૂર્ગેશભાઈ વ્રજલાલભાઈ આચાર્ય (ઉ.વ. 40)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શ્રૂજય સંજય વોરા, લક્ષ્યાંક શૈલેષ વિઠલાણી, જૈન સાયન્ટિફિક ઉદ્યોગના ભાગીદારી પેઢીના જવાબદાર વ્યક્તિઓ, મહાકાલ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર મીત મહેશ પરમાર અને મહિલા બ્રાન્ચ મેનેજર દેવીકાબેન વસાના નામ આપી 10 કારલોનના નામે રૂા  93.15 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, પોતે 23 વર્ષથી કનકરોડ ઉપર ફાયરબ૩ગિેડ સામે આવેલી વિજય કોમર્શિયલ બેંકની મેઈન બ્રાન્ચમાં આસીસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ચારેક મહિના પહેલાં તેમને એક અરજી મળી હતી જેમાં શ્રૂજય સંજયવોરા અને લક્ષ્યાંક વિઠલાણીના નામ દર્શાવી કાર લોનના નામે ગરબડ કરવામાં આવી હોવાનું દર્શાવાયું હતું. જેથી તેમણેમંગળા રોડ ઉપર આવેલી શાખાના મેનેજર દેવીકાબેન વસાને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, કાર લોન બ્રોકર શ્રૂજય વોરા અને લક્ષ્યાંક વિઠલાણીએ આ બે કારની લોન કરાવી છે અને બીજી આઠકારની લોન પણ તેમણે કરી છે. બાદમાં તપાસ દરમિયાન માલુમ પડયું હતું કે, જે કારની લોન મંજુર કરાવવામાં આવી હતી તે રકમ આરટીજીએસ મારફતે મહાકાલ એન્ટરપ્રાઈઝના બેંક ખાતામાં રૂા 28.70- લાખ તથા જૈન સાયન્ટિફિક ઉદ્યોગ નામની ભાગીદારી પેઢીના ખાતામાં રૂા 64.50 લાખની રકમ ટ્રન્સફર થઈ છે. પોલીસ ફરિયાદમાં દર્શાવાયું હતું કે, આ પ્રકારની લોન શ્રૂજય વોરા અને લક્ષ્યાંક વિઠલાણી, જૈન સાયન્ટિફિક ઉદ્યોગના જવાબદાર સંચાલકો મહાકાલ એન્ટરપ્રાઈઝના મિત પરમાર તેમજ મહિલા બેંક મેનેજર દિપીકાબેન વસા સહિતનાઓએ ગુનાહિત કાવતરૂ રચી ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી ઓલખીતા પરીચિતોના નામે તેમજ અન્ય લોકોના નામે મંજૂરકરાવીને બેંક સાથે રૂા 93.15 લાખનું કૌભાંડ આચર્યું છે. બેંકના બ્રાન્ચ મેનેજર દેવિકાબેન વસાએ ડોક્યુમેનટ્ની ખરાઈ કર્યા વિના 10 કારની લોન મંજુર કરી દઈ નાણાં ચુકવી દીધા હોવાનું જણાવતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે તપાસ હાથ ધરી હતી.

Tags :