વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદેશી યુવતીએ કર્યો આપઘાત, મળી સુસાઈડ નોટ
Vadodara News : દેશ-વિદેશથી અભ્યાસ અર્થે અનેક વિદ્યાર્થીઓ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવતા હોય છે, ત્યારે વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી યુવતીએ પરીક્ષાના દિવસે જ આપઘાત કર્યો. યુવતીએ આપઘાત પહેલા સુસાઈટ નોટ લખી હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર ઘટના મામલે રાવપુરા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
MS યુનિવર્સિટી બાંગ્લાદેશી યુવતીએ કર્યો આપઘાત
વડોદરાની MS યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય મોહના મંડલ નામની બાંગ્લાદેશી યુવતીએ પરીક્ષાના દિવસ જ આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી મુજબ, શહેરના સુરસાગર પાસેના નર્મદા એપાર્ટમેન્ટમાં મોહના રહેતી હતી. જો કે, પરીક્ષા શરૂ થઈ છતાં તે ન આવતા તેની મિત્રએ મોહનાના ઘરે જઈને તપાસ કરી હતી. જેમાં અન્ય મહિલા મિત્રએ મોહનાના ઘરનો દરવાજો ખખડાવ્યો છતાં ન ખોલતા, ભારે જહેમતે દરવાજો તોડીને અંદર જોતાં મોહનાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો: VIDEO: ગુજરાત પોલીસે ડ્રોન ઉડાવીને ચોરની ઝડપી પાડ્યો, DGPએ વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો પોસ્ટ
બાંગ્લાદેશી યુવતીના આપઘાતની જાણ થતાંની સાથે રાવપુરા પોલીસ સહિત MS યુનિવર્સિટીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, 'યુવતીએ સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે જણાવ્યુ હતું કે, હું આ પગલુ મારી જાતે લઉં, મને કોઈએ ફોર્સ કરી ન હતી.' બનાવ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.