Get The App

મહાકુંભમાં નાસભાગમાં વિખૂટા પડેલા બનાસકાંઠાના બાપાનો પરિવાર સાથે મેળાપ થતા હાશકારો

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં નાસભાગમાં વિખૂટા પડેલા બનાસકાંઠાના બાપાનો પરિવાર સાથે મેળાપ થતા હાશકારો 1 - image


Gujarat News: ઉત્તરપ્રદેશ પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાનના દિવસે સર્જાયેલી નાસભાગની ઘટનામાં 30 જેટલાં લોકોના મોત નિપજ્યા છે. આ નાસભાગ દરમિયાન અનેક પરિવારો એકબીજાથી વિખૂટા પડી ગયા હતાં. જેમાં અનેક લોકો ગુમ થઈ ગયા હતાં. આ ગુમ થયેલાં પરિવારમાંથી એક બનાસકાંઠાના વ્યક્તિ પણ હતાં, જેના માટે ધારાસભ્ય માવજીભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. 

પરિવારથી વિખૂટા પડ્યાં

કુંભમેળામાં સ્નાન કરવા ગયેલાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વતની 50 વર્ષીય બાળકાભાઈ રબારી પરિવાર સાથે સ્નાન કરવા ગયા હતાં. પરંતુ, 29 જાન્યુઆરીએ નાસભાગ દરમિયાન પરિવારથી વિખૂટા પડી ગયા હતાં. પરિવાર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, કોઈ જાણકારી ન મળતાં ઉત્તર પ્રદેશ પ્રશાસનને તેમનો ફોટો અને નામ સહિતની તમામ વિગત આપી હતી. જોકે, કોઈ જાણકારી ન મળતાં ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી તેમને શોધવાની રજૂઆત કરી હતી. 

મહાકુંભમાં નાસભાગમાં વિખૂટા પડેલા બનાસકાંઠાના બાપાનો પરિવાર સાથે મેળાપ થતા હાશકારો 2 - image

આ પણ વાંચોઃ મહાકુંભમાં નાસભાગ બાદ હવે ભીષણ આગ લાગી, અનેક ટેન્ટ બળીને ખાક, કોઈ જાનહાનિ નહીં

24 કલાક બાદ પરિવાર સાથે થયો મેળાપ

મળતી માહિતી મુજબ, 24 કલાક બાદ બાળકાભાઈ રબારી મળી ગયાં છે. ગુરૂવારે (30 જાન્યુઆરી) તેઓનો પરિવાર સાથે મેળાપ પણ થઈ ગયો છે. 

આ પણ વાંચોઃ વર્તમાન સરકારે સત્તા છોડી દેવી જોઈએ: મહાકુંભમાં નાસભાગ બાદ ભડક્યા શંકરાચાર્ય

શું હતી સમગ્ર ઘટના? 

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં સંગમ સ્થળે મૌની અમાસના પવિત્ર શાહી સ્નાન માટે એક સાથે કરોડો લોકો વચ્ચે પડાપડી થઈ હતી, જેને કારણે ધક્કામુક્કી થતા 30 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. ઘાયલોમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. નાસભાગને કારણે અનેક લોકો પોતાના સ્વજનોથી વિખૂટા પડી ગયા હતા. ઘટના સ્થળે ચારેય બાજુ અફરા તફરીનો માહોલ હતો. 


Google NewsGoogle News