'હું નિર્દોષ છું, મારા વિરુદ્ધ ષડયંત્ર રચાયું', બનાસકાંઠામાં શિક્ષકે આપઘાત કરી લેતાં DEO સહિત 6 લોકો સામે FIR
Banaskantha Teacher Suicide Case: બનાસકાંઠામાં ગુમ થયેલા શિક્ષકનો મૃતદેહ નર્મદાની કેનાલમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.. ભરત પરમાર નામના શિક્ષક શુક્રવારે (14 માર્ચ) ઘરે કંઈપણ કહ્યા વિના નીકળી ગયા હતા. ઘરેથી નીકળતાં પહેલાં તેમણે એક સ્ટેટસ મૂક્યું હતું, જેમાં લખ્યું હતું કે, હું નિર્દોષ છું. મારા વિરોધમાં ષડયંત્ર રચવામાં આવ્યું છે. ગણેશભાઈ, લાલજીભાઈ અને ગણપતભાઈએ ષડયંત્ર રચ્યું છે. આ તમામ ઘટના બાદ તેમનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ 'તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર નથી માનતી...', 'નારાજ' વિક્રમ ઠાકોર આવ્યા મેદાને
ડમી વિદ્યાર્થી કાંડમાં નામ સામે આવ્યું હતું
મળતી માહિતી મુજબ, આ શિક્ષક બનાસકાંઠામાં થરાદની પઠામડા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. થરાદ ડમી વિદ્યાર્થી કાંડમાં ભરત પરમારનું નામ સામે આવ્યું હતું. શિક્ષણ વિભાગે ભરત પરમારને દોષી ઠેરવતા તેમણે આપઘાતનો નિર્ણય કર્યો હતો. આ મામલે શિક્ષકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે આત્મહત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ લાઠીમાં પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો, ચારિત્ર પર શંકા રાખી ઉતારી હતી મોતને ઘાટ
પોલીસે હાથ ધરી તપાસ
જોકે, સમગ્ર મામલે હવે મૃતક શિક્ષકના પરિવારજનોએ પણ થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદમાં પરિવારજનોએ બનાસકાંઠાના DEO સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારનો આરોપ છે કે, આ તમામ લોકોએ ભરત પરમારને આત્મહત્યા માટે દુષપ્રેરિત કર્યા હતા. પોલીસે પરિવારની ફરિયાદ દાખલ કરી તે આરોપ પર પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ આ અંગે વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.