ગેનીબેને થરાદના PSIને કહ્યું- રાજકારણનો બહુ શોખ હોય તો નોકરી છોડીને મેદાનમાં આવી જાઓ
Congress MP Geniben Thakor on PSI: બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે એક કાર્યક્રમ દરમિયાન થરાદના પીએસઆઈ સી.પી ચૌધરી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'ચૂંટણીમાં સી.પી.ચૌધરીએ ગામડાઓમાં ભાજપના એન્જટ હોય તેમ મિટિંગ કરી હતી. જો રાજકારણનો શોખ હોય તો રાજીનામું આપીને રાજકારણના મેદાનમાં આવી જાઓ.'
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, 'અધિકારીઓએ પ્રજાનું કામ કરવાનું હોય છે. ભાજપના કે કોઈ વ્યક્તિના એજન્ટ બનવું ન જોઈએ. એમના આકાઓ કાયમી સતા ઉપર ન રહે સતા બદલાતી રહે છે એટલે એમને એમની મર્યાદામાં રહેવું જરૂરી છે.'
આ પણ વાંચો: GMERS મેડિકલ કોલેજમાં ફી વધારા મુદ્દે વિરોધ: NSUI કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે (11મી જુલાઈ) ગેનીબેન ઠાકોરે સત્કાર સમારોહને સંબોધતાં કહ્યું હતું કે, જ્યારે હું લોકસભામાં શપથ લેવા માટે ગઈ હતી ત્યારે લોકો મારી તરફ આંગળી ચીંધીને કહી રહ્યા હતા કે 'દેખો વો મોદી કે ગઢ મેં જીત કે આઈ હૈ. લોકસભા ચૂંટણી વખતે અમે ગાંધીજીની વિચારધારાને અનુસરી રહ્યા હતા ત્યારે અમારો સામનો નોટરૂપી ગાંધીજી થઈ રહ્યો હતો પરંતુ છેવટે વિજય તો સત્યનો જ થયો.