બનાસકાંઠાના 19 વર્ષના BSF જવાનનું હાર્ટ એટેકથી નિધન, ટ્રેનિંગ પૂર્ણ કરી આવ્યો હતો માદરે વતન
BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી કરાયા અંતિમ સંસ્કાર
Banaskantha BSF jawan : રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં બનાસકાંઠાના દિયોદરના મકડાલા ગામના BSFમાં ફરજ બજાવનાર જવાનનું હાર્ટએટેક આવતા નિધન થયું છે. BSF ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવ્યા હતો. ત્યારબાદ પરત ફરજ પર જતી વખતે અમદાવાદ ખાતે તેમના ભાઈના ઘરે રોકાણ કર્યું હતું તે જ દરમિયાન ઘરમાં જ એટેક આવી જતા તેમનું આવસાન થયું હતું. રાહુલ ચૌધરી નામક આ જવાનનું પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી હતી.
BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા
રાહુલ ચૌધરીના પાર્થિવ દેહને દિયોદરના મકડાલા ગામે લાવી BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા. માત્ર 19 વર્ષની નાની ઉંમરે નિધન થતા પરિવાર ઉપર દુઃખનું આભ ફાટી પડ્યું છે. BSF જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.