પશુપાલકો માટે ગુડ ન્યૂઝ: બનાસ ડેરીએ ભાવફેર આપવાની કરી જાહેરાત, જાણો કેટલો ફાયદો
Image : Banas Dairy |
Banas Dairy Changed Prices : રક્ષાબંધન પહેલા એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ તેની 56મી વાર્ષિક સાધારણ સભા અંતર્ગત ભાવફેર કરીને પશુપાલકોને મોટી ભેટ આપી છે. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ 18.52 % ભાવફેર કરવાની જાહેરાત કરતા આશરે 5 લાખથી વધુ પશુપાલકોને તેનો લાભ મળશે.
શંકર ચૌધરીએ કરી આ જાહેરાત
દિયોદરના સણાદરના બનાસ સંકુલ ખાતે બનાસ ડેરીના 56મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને ધ્યાનમાં રાખીને મોટી જાહેરત કરી હતી. જેમાં ભાવફેરની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, 'ગયા વર્ષ કરતાં પશુપાલકોને 550 કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યાં છે. આમ ભાવ તરીકે 6 % અગાઉ ચૂંકવાયા છે. નિયામક મંડળના સહયોગના કારણે આપણે દર વર્ષે ભાવફેર કરતાં ધીમે ધીમે આટલા સુધી પહોંચ્યાં છીએ. આ વખતે નવો ભાવફેર 1973 કરોડ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.'
કિલો ફેટના ભાવમાં વધારો કરાયો
બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં ભાવફેરને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે 2022-23માં કિલો ફેટે આપવામાં આવતા 948 રૂપિયાની જગ્યાએ આ વર્ષે ભાવ વધારો કરીને પશુપાલકોને કિલો ફેટ લેખે 989 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સૌથી વધુ દૂધ ભરાવતી 10 મહિલા પશુપાલકોને સન્માનિત કરાયાં
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની ભાવફેરની જાહેરાત બાદ સમગ્ર પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ દરમિયાન સભામાં સૌથી વધુ દૂધ ભરાવતી 10 મહિલા પશુપાલકોને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
છેલ્લા દસ વર્ષનો દૂધનો ભાવફેર
વર્ષ 2013-14 - 430.01 કરોડ
વર્ષ 2014-15 - 290.02 કરોડ
વર્ષ 2015-16 - 284.03 કરોડ
વર્ષ 2016-17 - 514.79 કરોડ
વર્ષ 2017-18 - 329.82 કરોડ
વર્ષ 2018-19 - 667.61 કરોડ
વર્ષ 2019-20 - 1144 કરોડ
વર્ષ 2020-21 - 1132 કરોડ
વર્ષ 2021-22 - 1651 કરોડ
વર્ષ 2022-23 - 1952.03 કરોડ
વર્ષ 2023-24 - 1973.79 કરોડ
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી થશે મેઘમહેર: બે બે સિસ્ટમ સક્રિય થતાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
છેલ્લા દસ વર્ષનો દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટ લેખે
વર્ષ 2014-15 - 682 રૂપિયા
વર્ષ 2015-16 - 668 રૂપિયા
વર્ષ 2016-17 - 700 રૂપિયા
વર્ષ 2017-18 - 715 રૂપિયા
વર્ષ 2018-19 - 715 રૂપિયા
વર્ષ 2019-20 - 812 રૂપિયા
વર્ષ 2020-21 - 818 રૂપિયા
વર્ષ 2021-22 - 851 રૂપિયા
વર્ષ 2022-23 - 948 રૂપિયા
વર્ષ 2023-24 - 989.28 રૂપિયા