લિંબાયત ઝોનના રસ્તામા આવતા ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા બજરંગ સેનાનો ઘેરાવો
સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે આ સમસ્યા દુર કરવા માટે પાલિકા તંત્ર જાહેર રસ્તા પરના દબાણ દૂર કરવાની કામગીરી પણ પુરી કડકાઈથી કરી શકતી નથી ત્યારે સુરત શહેરના રસ્તા પર 411 જેટલા ધાર્મિક સ્થળો છે તેને દૂર કરવાની કામગીરી પાલિકા તંત્ર માટે માથાનો દુખાવો બની રહી છે. આ પહેલા સુરત શહેરમાં 438 સ્થળ હતા તેમાંથી હજુ સુધી માંડ 27 ધાર્મિક સ્થળો પાલિકા દૂર કરાયા છે. સરકારના આદેશ બાદ કમિટી બનાવવામા આવી છે ત્યારબાદ પાલિકાએ રસ્તા પરના ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે. પાલિકા તંત્ર એ નોટિસ આપવાનું શરૂ કરાતા આજે પાલિકાના લિંબાયત ઝોનના રસ્તામા આવતા ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા બજરંગ સેનાનો ઘેરાવો કર્યો હતો.
કોર્ટના હુકમ બાદ સુરત પાલિકાના લિંબાયત ઝોન દ્વારા જાહેર રસ્તા પરના ધાર્મિક સ્થળ ને નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે. લિંબાયત ઝોનમાં 50થી વધુ ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવી છે તેના કારણે બજરંગ સેના નામની સંસ્થાએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.બજરંગ સેના ના સભ્યો આજે લિંબાયત ઝોન કચેરી ભેગા થયા હતા અને શર્ટ કાઢીને પાલિકાની સામે સૂત્રોચ્ચાર કરવા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.