સૈયદપુરામાં પથ્થરમારાના ગુનામાં 27 આરોપીઓના જામીન સુનાવણી ટળી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News

 

સૈયદપુરામાં  પથ્થરમારાના ગુનામાં 27 આરોપીઓના જામીન સુનાવણી ટળી 1 - image

  સુરત

તપાસ અધિકારી મુખ્યમંત્રીના કાર્યક્રમના બંદોબસ્તમાં હોવાથી પોલીસ પેપર્સ તથા જામીનના વિરોધમાં એફીડેવિટ કરવા મુદત માંગી

      

સૈયદપુરા પોલીસ ચોકી પર ગેરકાયદ મંડળી રચી પથ્થર મારો તથા પોલીસ પર જીવલેણ હુમલો કરવાના ગુનાઈત કારસામાં જેલકસ્ટડી ભોગવતા 27 આરોપીઓના જામીનની માંગના વિરોધમાં  આજે અનિવાર્ય સંજોગોના કારણે સરકારપક્ષની એફીડેવિટ તથા કેસ પેપર્સ ન આવતાં આવતીકાલે તા.20મી સપ્ટેમ્બરના રોજ મુલત્વી રાખવામાં આવી છે.

સૈયદપુરા વરીયાવી બજાર સ્થિત ગણેશ પંડાલમાં કાયદાની સંઘર્ષમાં આવેલા છ કિશોરાએ કરેલા કાંકરીચાળાના પગલે તંગ બનેલી પરિસ્થિતિના પગલે તેમને સૈયદપુરા પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા હતા.જેના પગલે 200થી વધુ લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચીને હુલ્લડ મચાવીને ફરજ પરના પોલીસ પર પથ્થર મારો,લાકડી લઈને હુમલો કરીને ઈજા પહોંચાડી હતી.જેથી લાલગેટ પોલીસમાં એક જ ગુના બાદ બનેલી ત્રણ ઘટનાઓને લઈને ત્રણ એફઆઈઆર થવા પામી હતી.

ેજૈ પૈકી સૈયદપુરા પોલીસચોકી પર પથ્થરમારો- રાયોટીંગના ગુનાઈત કારસામાં ઝડપાયેલા 27 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ ચાર આરોપીઓના વધુ રિમાન્ડની માંગ નકારી કોર્ટે જેલભેગા કર્યા હતા.હાલમાં જેલવાસ ભોગવતા 27 આરોપીઓ એ ગઈકાલે ઝેબા બાબુભાઈ પઠાણ,હસમુખ લાલવાલા,જાવેદ મુલતાની વગેરે મારફતે જામીન માટે માંગ કરતાં કોર્ટે સુનાવણી આજે તા.20મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.

અલબત્ત આજે તપાસ અધિકારી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોઈપોલીસ પેપર્સ તથા આરોપીઓના જામીનના વિરોધમાં એફીડેવિટ રજુ કરવાની હોવાથી મુદત માંગવામાં આવી હતી.જેથી કોર્ટે આરોપીઓના જામીનની સુનાવણી આવતીકાલે 20મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

જેલમાં કેદીઓ-પોલીસ પાર્ટીએ માર માર્યાની કોર્ટમાં ફરિયાદ કરી

શરીરે ગરમ ચ્હા ફેંકી, ડંડાથી માર મારીને ઉઠકબેઠક કરાવાયાની ફરિયાદ અંગે કોર્ટમાં આજે સુનાવણી,


સૈયદપુરા પોલીસ ચોકી પર પથ્થરમારો તથા રાયોટીંગ કરવાના ગુનાઈત કારસામાં ગઈ તા.12મી સપ્ટેમ્બરના રોજ જેલકસ્ટડીમાં મોકલવામાં આવેલા 27 આરોપીઓ પૈકી આરોપી ફિરોઝ મુખ્ત્યાર શાહના ભાઈ ફઝુલુરહેમાન શાહ ગઈ તા.18મી સપ્ટેમ્બરના રોજ જેલમુલાકાતે ગયા હતા.જે દરમિયાન ફરિયાદીના આરોપી ભાઈએ જણાવ્યું હતું કે પાકા કામના છ કેદીઓ ગરમ ચા શરીર પર ફેંકી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ કરી હતી.જ્યારે પોલીસ કર્મચારીઓએ ફરિયાદીના આરોપી ભાઈ સહિત અન્ય 22 આરોપીઓને ડંડા વડે માર મારી 100 વખત ઉઠક બેઠક કરાવી અમાનુષી કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ મુક્યો હતો.

જ્યારે આ ગુનામાં આરોપી ઈમામુલ ઈસ્લામ શેખે પણ જેલકસ્ટડી દરમિયાન આ પ્રકારનું કૃત્ય આચર્યું હોવા અંગે કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી.જેથી આરોપી ફિરોઝ શેખના ફરિયાદી ભાઈ ફઝલુ રહેમાન શાહે જેલસુપ્રિન્ટેન્ડન્ટ,લાજપોર જેલમા પોલીસ કર્મચારીઓ તથા 6 પાકા કામના કેદીઓ વિરુધ્ધ નોટીસ ઈસ્યુ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.વધુમાં તથા આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રાખી તબીબી તપાસ અને સારવાર અપાવવા માંગ કરી છે.જેને વંચાણે લઈને કોર્ટે આવતી કાલે આરોપીઓમે કોર્ટ સમક્ષ હાજર થવા નિર્દેશ આપી  વધુ સુનાવણી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

suratcourt

Google NewsGoogle News