દુષ્કર્મ કેસના આરોપી બુટલેગર રઈશ મહીડાના જામીન નામંજૂર
નડિયાદ પશ્ચિમમાં પરિણીતા પર
ઓળખ છતી થયા બાદ સંબંધની ના પાડતા ધાકધમકી આપી પરિણીતા પાસેથી રોકડ, ઘરેણાં પડાવ્યા
નડિયાદ: નડિયાદ પશ્ચિમમાં એક પરણિતા પર દુષ્કર્મ ગુજારનારા બુટલેગર રઈશ મહીડાના જામીન નામંજૂર થયા છે. મહિલા સમક્ષ ખોટી ઓળખ આપ્યા બાદ તેની સાથે વારંવાર સબંધો બાંધ્યા હતા. અનેકવાર નાણાં અને ઘરેણાં પણ લઈ લીધા હતા. જે મામલે પશ્ચિમ મથકે ગુનો નોંધાયો હતો.
નડિયાદ પશ્ચિમમાં રહેતી એક પરિણીતા સાથે કુખ્યાત બુટલેગર રઈશ મહીડાએ ખોટી ઓળખ આપી અને પ્રેમ સબંધ કેળવ્યા હતા. બાદમાં વારંવાર મહિલા સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા. બાદમાં રઈશ લઘુમતી હોવાની જાણ થતા પીડિતાએ સબંધો ન રાખવા માટે જણાવ્યું હતું. પરંતુ રઈશે ધાકધમકીઓ, દબાણ કરી સબંધો રાખ્યા હતા અને દુષ્કર્મ કરતો હતો. આ વચ્ચે અનેકવાર મહિલાના ઘરેણાં લઈ જવા સાથે પૈસા પણ લઈ લીધા હતા. જે અંગે બાદમાં પશ્ચિમ પોલીસ મથકે તાજેતરમાં ફરિયાદ નોંધાઈ હતી. બાદ રઈશની ધરપકડ કરી પોલીસે રીકન્સ્ટ્રક્શન કરી અંતે તેને બિલોદરા જેલ મોકલાયો હતો. રઈશે જામીન અરજી મુકી હતી. જે અંગે આજે સુનાવણીમાં કોર્ટે રઈશના જામીન નામંજૂર કર્યા છે.